લિવ ઈન રિલેશનશીપ વાસ્તવિક લગ્ન કહી શકાય કે નહીં તેની સુપ્રીમ ચકાસણી કરશે : બ્રેકઅપ બાદ પુરૂષ પાર્ટનરો પર દીવાની જવાબદારી

(એજન્સી) નવી દિલ્હી,તા.૩
લિવ-ઈન સંબંધમાં લગ્નનું વચન આપીને બાદમાં લગ્ન નહિ કરનારા પુરુષોએ જે તે મહિલાને ભરણપોષણની રકમ ચૂકવવી પડે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું છે કે લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ અને લગ્નનું વચન આપ્યા બાદ જે તે મહિલા સાથે યૌનસંબંધ બાંધ્યા બાદ લગ્ન નહિ કરનારા પુરુષની મહિલાને ભરણપોષણની રકમ ચૂકવવાની જવાબદારી બને છે કે કેમ તેવા સવાલો અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો અભિપ્રાય માગ્યો છે, જેમાં જો સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળશે તો આવી મહિલાઓને ભરણપોષણની રકમ ચૂકવવી પડશે.
આ અંગે જસ્ટિસ આદર્શકુમાર ગોયલ અને અબ્દુલ નજીરની બેન્ચે આ મુજબ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ઘરેલુ હિંસા કાનૂન હેઠળ આવું ભરણપોષણ ભથ્થું મેળવવા અને સંપત્તિમાં ભાગ મેળવવા યોગ્ય ગણાય છે.
હવે કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શું લાંબા સમય સુધી ચાલેલા નજીકના સંબંધને લગ્ન જેવા માની શકાય છે? આવા સંબંધને લગ્ન જેવા માની શકાય? અને આવા સંબંધને કેટલા સમય સુધી સંબંધનો દરજ્જો આપી શકાય? આ મામલાની ગંભીરતાને સમજાવતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીને આ મામલે મદદ માટે એમિક્સ ક્યૂરી તરીકે નિમવામાં આવ્યા છે.
કોર્ટે એટર્ની જનરલને પણ નિવેદન કરતાં નોટિસ જારી કરી છે કે આ મામલે મદદ માટે એડિશનલ સોલિસીટર જનરલની નિમણૂક કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિની તેના પર લાગેલા દુષ્કર્મના આક્ષેપ વિરુદ્ધની અરજી પરની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. આ વ્યકિત પર આક્ષેપ કરનારી મહિલા એક બાળકીની માતા છે, જે તેની સાથે છ વર્ષથી રહે છે, જેમાં આરોપીએ પહેલાં મહિલાને લગ્નનું વચન આપ્યું હતું બાદમાં તે ફરી ગયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks