નવી દિલ્હી, તા.પ
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સંરક્ષિત અને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ મોગલ વંશના બીજા શાસક બાદશાહ હવે હુમાયુના મકબરોના ગુંબજનો ‘ચાંદની રાત’ જેવો નજારો જોવા મળશે. બાદશાહ હુમાયુના મકબરાને એલઈડી લાઈટથી ઝળહળ કરવામાં આવશે. પ્રવાસીઓને અને દર્શકોને ચાંદની રાત જેવો અનુભવ થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખીને ગુંબજને એલઈડી લાઈટથી શણગારવામાં આવ્યો છે. મોગલ વંશના દ્વિતીય શાસક બાદશાહ હુમાયુના મકબરાના ગુંબજને શણગારવામાં ત્રણ મહિનાથી વધુ સમય લાગ્યો. મકબરાનો ગુંબજ સફેદ આરસપહાણનો બનેલો છે એને રાત્રિ દરમ્યાન વધુ ઝળહળતો કરવા એલઈડી લાઈટ લગાવવામાં આવી છે. એલઈડી લાઈટ લગાવવાથી ઝળહળતા પ્રકાશ સાથે બાદશાહ હુમાયુના મકબરાનો ગુંબજ વધુ સુંદર દેખાશે. એલઈડી લાઈટ લગાડતી વખતે ચાંદનીના પ્રકાશની જેમ આ સ્મારકનો નજારો જોવા મળશે અને પ્રવાસીઓને ‘ચાંદની રાત’ જેવો અનુભવ થશે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવી એલઈડી લાઈટથી લગભગ ૯૦ ટકા વીજળીની બચત થશે. આગા ખાં ટ્રસ્ટ ફોર કલ્ચરના રતીશ નંદાએ જણાવ્યું કે, બાદશાહ હુમાયુના ગુંબજ પર એલઈડી લાઈટ કેવી રીતે લગાડવામાં આવે જેથી ગુંબજની ચમક સ્પષ્ટ રીતે નજરે પડે એ એક મોટો પડકાર હતો. એમણે કહ્યું કે, બાદશાહ હુમાયુનો મકબરો આજુબાજુના અનેક વિસ્તારો જેમ કે પૂર્વમાં નિઝામુદ્દીન બ્રિજથી બારાપુલા એલિવેટેડ રોડથી, ઉત્તરે જાકિર હુસેન માર્ગ ફલાયઓવર અને દક્ષિણમાં લોધી રોડ ફ્લાય ઓવર સુધી ગુંબજ પહેલા કરતાં વધુ ચળકાટવાળો અને પ્રકાશિત નજરે પડશે.