ભૂજ, તા.ર૦
કચ્છમાં સમૃદ્ધ ગણાતા લેઉવા પટેલ સમાજે ટિકિટ આપવામાં ભાજપ-કોંગ્રેસે હાથ ઉંચા કરી દેતા લેઉવા પટેલ સમાજ રાજકીય રીતે સાઈડ થતો હોય તેવી લાગણી કાર્યકરોમાં ફેલાઈ છે. ખાસ કરીને ભાજપની મજબૂત વોટબેન્ક ગણાતી લેઉવા પટેલ જ્ઞાતિએ ભૂજ બેઠકમાં કૌશલ્યાબેન માધાપરિયાની દાવેદારી ભાજણમાં મૂકી હતી. પરંતુ ભાજપે ફરીથી નીમાબેન આચાર્યને ટિકિટ આપી દીધી છે. તો કોંગ્રેસમાં લેઉવા પટેલના અરજણ ભુડિયા દાવેદાર હતા ત્યાં આદમ ચાકીને ટિકિટ અપાઈ છે. મુખ્યત્વે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાતી પટેલ રાજકીય જ્ઞાતિ રાજકીય રીતે સાઈડ થઈ ગઈ હોય તેવી લાગણી કાર્યકરોમાં ફેલાઈ છે. જેથી કરીને કોઈ અપક્ષ ઉમેદવાર ઊભો થાય તો રાજકીય પરિણામ અલગ ઊભું થઈ શકે તેવા સંજોગો જોવા મળે છે.
Facebook
0
Twitter
0