Ahmedabad

અમદાવાદના ગરીબ વિદ્યાર્થીઓને ‘ભંગાર’માં મળી પુસ્તક લાયબ્રેરી, અમદાવાદની એક NGOને ભંગારમાં મળેલાં બે હજાર પુસ્તકો અને ફર્નિચરથી લાયબ્રેરી ઊભી થઈ જેનો લાભ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે

(ફિરોજ મનસુરી)

અમદાવાદ, તા.૧
પુસ્તુકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારથી ચમક બતાવે છે જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ કરે છે. ત્યારે આપણે પુસ્તકોનું મહત્ત્વ સમજી શકીએ છે. આજના ડિજિટલ યુગમાં લોકો પુસ્તકોથી દૂર જઈ રહ્યા છે. પરંતુ માનવીના ઘડતર માટે પુસ્તકો ખૂબ જરૂરી છે. કેમ કે પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું કહેવાય. ત્યારે અમદાવાદની એક એનજીઓને ‘ભંગારમાં પુસ્તક લાયબ્રેરી’ મળી. હાં વાંચીને તમે પણ મૂંઝવાયા હશો પણ વાત કંઈક એવી છે કે અમદાવાદની એક એનજીઓએ ગરીબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે લોકો પાસેથી ભંગારનું દાન માંગ્યું હતું. જેમાં બે હજાર જેટલા પુસ્તકો અને ફર્નિચર મળ્યું છે. જેના આધારે એક પુસ્તક લાયબ્રેરી બની ગઈ છે. જેનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે. એટલે બીજાને ઉપયોગી થાય તેવા ભંગારનું દાન તો કરવું જ જોઈએ. કેમકે ભંગાર નકામો નહીં કામનો છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી શાહીન ફાઉન્ડેશન સંસ્થા ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય સહિતના સમાજ સેવાના કાર્યો કરે છે ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હેતુ માટે લોકો પાસેથી ભંગારનું દાન માંગવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાને કોઈએ જૂનું ફર્નિચર આપ્યું તો કોઈએ પુસ્તકો આપ્યા. આ અંગે શાહીન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી હમીદ મેમણે જણાવ્યું હતું કે સંસ્થાને ૩ હજાર જેટલા પુસ્તકો દાનમાં મળ્યા હતા.
જેમાંથી એક હજાર એક હજાર જેટલી પસ્તી હતી. પરંતુ બાકીના બે હજાર પુસ્તકો સારા હતા. દાનમાં મળેલા પુસ્તકોમાં આર્કિટેકચર, નીટ, ટેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સાયન્સ, કોમર્સ, કંપની સેક્રેટરી, એલએલબી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના પુસ્તકો મળ્યા છે. જેમાં સૌથી વધુ પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના છે. આમ દાનમાં મળેલા બે હજાર પુસ્તકો સાથે જૂનું ફર્નિચર પણ મળ્યું હતું. જેના આધારે અમે હાલ પુસ્તક લાયબ્રેરી અમારા દાણીલીમડા સેન્ટરમાં શરૂ કરી દીધી છે. જેમાં ફી વગર કોઈપણ ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકોનો લાભ લઈ શકે છે. જરૂર હોય તો વિદ્યાર્થીઓ પુસ્તક લઈ જઈ શકે છે એમ હમીદ મેમણે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે જ્યારે આપણી પાસે પડી રહેલી ભંગાર વસ્તુ કોઈની માટે ઉપયોગી નિવડે ત્યારે આવું દાન કરવા લોકોએ આગળ આવવું જોઈએ. જ્ઞાનનો સાગર એવા પુસ્તકોની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ એક ઉચ્ચ વર્ગના વ્યક્તિએ દીકરીના લગ્ન વેળા તેના વજન જેટલા પુસ્તકો કરિયાવરમાં આપીને પુસ્તકોનું મહત્ત્વ લોકોને સમજાવ્યું હતું.

ભંગારમાં મળેલા ૧૦ કોમ્પ્યુટરથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરતા થયા

શાહીન ફાઉન્ડેશને શરૂ કરેલી ભંગારના દાનની મુહિમમાં ૧૦ જેટલા જૂના કોમ્પ્યુટર અને એક લેપટોપ પણ મળ્યું છે. જેના આધારે એક કોમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવી છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં વિદ્યાર્થી પાસેથી કોઈપણ ફી લેવાતી નથી. હાલ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે જે વિદ્યાર્થી પાસે ફોન નથી કે આર્થિક તંગી છે તો તેવા વિદ્યાર્થીઓ શાહીન ફાઉન્ડેશનના કોમ્પ્યુટર લેબનો ઉપયોગ ઓનલાઈન શિક્ષણ માટે કરી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.