આર્મી અધિકારી લીતુલ ગોગોઇ પગલાંનો સામનો કરશે : જે યુવતી સાથે પકડાયો તેના બહિષ્કૃત પરિવારે કહ્યું, તહોમતનામું તેમનું સન્માન પરત નહીં લાવી શકે

(એજન્સી) બડગામ, તા. ૨૭
શ્રીનગરની હોટલમાં ભારતીય સેનાના અધિકારી મેજર લીતુલ ગોગોઇ સાથે મે માસમાં તેમની દિકરી પકડાઇ તે વિનાશક દિવસથી વાની પરિવારનું જીવન નીચલા સ્તરે આવી ગયું છે. સોમવારે ગોગોઇ સામે કોર્ટ ઓફ ઇન્કવાયરીના સમાચાર આવ્યા ત્યારે યુુવતીના પરિવારે વિચારતો હતો કે, આ પુરસ્કૃત કરાયેલા અધિકારી માટે ભૂતકાળમાં જવાનો સમય છે. વાની પરિવાર હાલપોતાના મકાનને ફરી બાંધવાના મધ્યાંતરમાં છે. વર્ષ ૨૦૧૪માં જમ્મુ-કાશ્મીરમાં આવેલા વિનાશક પૂરમાં ધ્વસ્ત થયેલા બડગામના મકાનને છેલ્લા ચાર વર્ષથી તેઓ બાંધી રહ્યા છે અને હાલ એક છાપવામાં રહેવા માટે મજબૂર છે. કોઇપણ અજાણી વ્યક્તિનું આગમન તેની માતાને ધ્રાસકો પાડી દે છે. ચાર બાળકોની માતા આઘાતમાં સરી પડી છે. યુવતીના પિતાએ કહ્યું કે મને ખબર નથી ત્યારે શું બન્યું હતું. મેજરને સજા આપવાનું કામ સરકારનું છે. પણ જો આ સમાચાર સાચા હોય તો ગોગોઇએ પોતાની કબૂલાત માટે ભોગવ્યું છે. આ ઘટના બાદ પરિવાર બહિષ્કૃત થવાનું અનુભવે છે. યુવતીના પિતા ઇંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે કેટલાક કિલોમીટર ચાલતા જાય છે ત્યારે શેરીઓમાં પસાર થતા માથું નીચું કરીને જાય છે. જ્યારે ભઠ્ઠામાં કામ નથી હોતું ત્યારે તેઓ ડાંગરના ખેતરોમાં મજૂરી કરવા જાય છે ત્યાં તેમને કોઇ ઓળખતું નથી. તેમણે કહ્યું કે, આ ઘટના પછી હું મારા પાડોશીઓ સાથે આંખ મિલાવી શકતો નથી. મારા માટે આ અપનામજનક જીવન છે. યુવતીની માતાએ કહ્યું કે, જ્યારે મારા પાડોશીઓ મને જોઇને ગણગણે છે તે વાતો મને અંદરથી મારી નાખે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts