ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે નવસારી વિધાનસભાની બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ગુણવંત રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ડિપોઝીટ સ્વરૂપે ભરવાની રકમમાં ૧ રૂપિયો, ર રૂપિયા અને પ રૂપિયાના સિક્કા સ્વરૂપે ઢગલા બંધ પરચુરણ લઈ આવ્યા હતા. આ પરચુરણ જોઈ ચૂંટણી અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે ૭ જેટલા લોકો આ ચિલ્લર ગણવાના કામમાં લાગી ગયા.
Facebook
0
Twitter
0