જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં વિશળ હડમતીયા ગામનાં રસીદાબેન મુસાભાઈ વિશળ પોતાની પુત્રીને ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા નર્સિંગના કોર્ષની લોન ન મંજૂર કરાતા તેમની પુત્રી રેહાનાનું ભવિષ્ય બગડશે. જે પ્રશ્ને જૂનાગઢ જિલ્લા કલેકટરની કચેરી સામે અન્ન અને જળનો ત્યાગ કરેલ તેને આજે સવારે ૧૧ઃ૦૦ કલાકે ૭ર કલાક પૂર્ણ થતાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ વલીમહંમદભાઈ એચ. દલ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી.સીડા તથા ભેંસાણનાં દલિત અગ્રણી મનસુખભાઈ વાઘેલા તથા મહિલા અગ્રણી શારદાબેન કથીરિયા વગેરેએ જૂનાગઢ જિલ્લા કલેકટરને ગંભીર પ્રકારની રજૂઆત કરતા કલેકટરે તાત્કાલિક તેમના પ્રતિનિધિ તરીકે ચીટનીશ ટુ કલેકટર હરીભાઈ પરમારને મોકલેલ તેમજ સમાજ કલ્યાણ અધિકારી પછાતવર્ગ-જૂનાગઢને છાવણીની મુલાકાતે મોકલીને તાત્કાલિક ગાંધીનગર દરખાસ્ત કરાવીને ન્યાયની ખાત્રી આપીને ચીટનીશ ટુ કલેકટર હરીભાઈ પરમાર અને સમાજ કલ્યાણ અધિકારી પરમારના હસ્તે ઉપવાસીને પારણા કરાવેલ તે તકે આગેવાનોએ પણ ઉપવાસીને લીંબુ શરબત પીવડાવીને ન્યાય ન મળે ત્યાં સુધી તેમના પ્રશ્ને જાગૃત રહીશું તેવી ઉપસ્થિત આગેવાનોએ ખાત્રી આપેલ. ત્યારે ઉપવાસીએ વિસાવદર-ભેંસાણનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા અને જૂનાગઢ જિલ્લા કલેકટરને વિગેરે આગેવાનોનો આભાર માનેલ તેવું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં જોઈન્ટ સેક્રેટરી પ્રતાપ ભરાડની યાદીમાં જણાવેલ છે.