“લોગ સૂરજ તોડ લાયે ઔર હમ, બમ્બઈ કો મુંબઈ કરતે રહે” : રાહત ઈન્દોરી

(એજન્સી) ઈન્દોર, તા.ર૩
પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીએ મધ્યપ્રદેશની આર્થિક રાજધાનીનું નામ બદલવાની ચર્ચાને રાજકીય હોબાળો ગણાવતા, પોતાનો અભિપ્રાય આપ્યો છે કે તેનાથી શહેરના સ્વાસ્થ્ય અને મિજાજ પર કોઈ ફરક નહીં પડે તેનું નામ ઈન્દોર જ રહેવા દેવામાં આવશે. ઈન્દોરનું નામ બદલવાની ચર્ચાથી આ શહેરની પ્રગતિ નહીં થાય. આ ચર્ચા માત્ર રાજકીય હોબાળો છે, ઈન્દોરને ઈન્દોર જ રહેવા દેવામાં આવશે. શહેરનું નામ બદલવાની કોઈ જરૂર નથી. શું ઈન્દોરને ઈન્દૂર કરી દેવાથી તે સ્માર્ટ સિટી બની જશે. જો તમારી સરકાર ઈન્દોરને એક આધુનિક શહેર બનાવવા ઈચ્છે છે, તો કંઈક બીજું વિચારવું જોઈએ. શહેરનું નામ બદલવાથી કંઈ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષોમાં દેશનાં ઘણાં શહેરોના નામોમાં પરિવર્તન બાદ ઈન્દોરના નામમાં પણ પરિવર્તન કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઈન્દોરીએ પ્રશ્ન કરતાં કહ્યું કે દેશના ઘણાં શહેરોથી લઈને તેની સોસાયટીઓ, ગલીઓ અને ચાર રસ્તાઓના નામ પણ બદલી દેવામાં આવ્યા છે, પરંતુ મને હજી સુધી સમજાયુ નથી કે આખરે તેનાથી શું પરિવર્તન આવ્યું ? મદ્રાસને ચેન્નાઈ અથવા કલકત્તાને કોલકાતા કરી દેવામાં આવ્યું, તો તેનાથી શું ફરક પડ્યો. બમ્બઈનું નામ બદલીને મુંબઈ કરવાના સંદર્ભમાં ઈન્દોરી પોતાનો એક જૂનો શેર યાદ અપાવે છે ‘રોશની કો તીરગી કરતે રહે, યહ સફર પૂરી સદી કરતે રહે. લોગ સૂરજ તોડ લાયે ઔર હમ, બમ્બઈ કો મુંબઈ કરતે રહે’.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks