અમરેલી, તા.૧૪
સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ૩ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિક્ષકે આપેલ હોમવર્ક ના લાવતા વર્ગ શિક્ષકે તેના ગાલ અને કાનના ભાગે ઝાપટો મારી લોહી કાઢી નાખતા સારવારમાં ખસડેલ હતો શિક્ષકે અન્ય પાંચ વિદ્યાર્થીને પણ મારમારેલ હતો લોહી લુહાણ થયેલ વિદ્યાર્થીના વાલીએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામે રહેતો અને ધોરણ ૩માં સિમરણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હિતેશ નનુભાઈ બતાડા (ઉ.વ.૮)નો તા.૧૨/૨ના રોજ પોતાના સમય પ્રમાણે શાળાએ ગયેલ હતો. રીસેસમાં ઘરે જમવા ગયેલ ત્યારબાદ શાળાએ પરત જતા શાળાના વર્ગ ખંડમાં જતાશિક્ષક ઈન્દ્રવર્ધન કાનપરીયા લેશન તાપસતા હોઈ જેથી હિતેશની પાસે આવી ગઈકાલનું લેશન માંગેલ. જેથી હિતેશે નથી લાવ્યાનું જણાવતા તેના વર્ગ શિક્ષક ઇન્દ્રવર્ધન ભનુભાઇ કાનપરીયાએ કહેલ કે જે લેશન નથી લાવ્યા તે દીવાલ પાસે ઉભા રહી જાય જેથી હિતેશ અને તેના મિત્ર સંજય હિંમત તેમજ સંજય મેરામ સહિતના પાંચ વિદ્યાર્થીઓને ઉભા રાખી મારમારેલ હતો જેમાં હિતેશને ગાલ ઉપર અને કાન ખેંચી કાન ઉપર ચાર પાંચ લપાટો મારતા હિતેશને કાનના પાછળના ભાગેથી લોહી નીકળતા અને ઘરે જઈ વાલીને વાત કરતા વાલી નાનુભાઈ ભાયાભાઇ બતાડાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં શિક્ષક ઇન્દ્રવર્ધન ભનુભાઇ કાનપરીયા સામે ફરિયાદ નોંધાવેલ હતી. આ બનાવથી સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ચકચાર જાગેલ છે.