સુષમા સ્વરાજના બચાવમાં ગડકરી આવ્યા, પાસપોર્ટ વિવાદ બાદ ઓનલાઈન અભદ્ર ભાષા વપરાઈ, લોકો જવાબદાર બને

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ટ્રોલનો ભોગ બની રહેલ વિદેશમંત્રી સુષમા સ્વરાજના ટેકામાં આગળ આવ્યા છે. લખનૌમાં આંતરધર્મીય લગ્ન કરનાર દંપતીને પાસપોર્ટ મેળવવામાં મદદ કરનાર સુષમા સ્વરાજને ટ્‌વીટર પર ટ્રોલ કરાય છે. ગડકરીએ કહ્યું કે આ મુદ્દા સાથે સુષમા સ્વરાજને કોઈ લેવા-દેવા નથી જ્યારે દસ્તાવેજો મંજૂર થયા છે. મોહમ્મદ અનીસ સિદ્દીકીના પત્ની તન્વી શેઠને પાસપોર્ટ ઈસ્યુ કરાતા પાસપોર્ટ અધિકારી દ્વારા તન્વી શેઠને હેરાન કરાયા હતા. જેમાં તેણીએ લગ્ન બાદ નામ બદલ્યું ન હતું. સુષમા સ્વરાજની દખલ બાદ તેમને પાસપોર્ટ મળ્યો હતો. ગડકરીએ કહ્યું કે જે રીતે સુષમા સ્વરાજને ટ્રોલ કરાયા તેનાથી તેઓ નાખુશ છે. લોકોએ વધુ જવાબદાર બનવાની જરૂર છે. સુષમા સ્વરાજને ટ્રોલ કરી તેમના વિશે અનેક ગપગોળા ચલાવાયા હતા. સુષમા સ્વરાજે ટ્‌વીટર પર યુઝર્સને પૂછયું કે, આ ટ્રોલ યોગ્ય છે ? ત્યારે ૪૩% એ હા પાડી જ્યારે પ૭% એ ના કહી હતી. સ્વરાજે કહ્યું કે લોકશાહીમાં ટીકા કરો પરંતુ ખરાબ ભાષામાં નહીં. ટીકા સારી ભાષામાં હોવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks