Gujarat

કરંજના ધારાસભ્યએ ખાત્રી આપી હતી કે ડિમોલીશન નહીં થાય પણ થયું, લોકોમાં રોષ

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૬
કરંજ વિસ્તારમાં ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અસરમાં આવતી વિવેકાનંદ હરિધામ સોસાયટીમાં ચૂંટણી અગાઉ ધારાસભ્ય દ્વારા ડિમોલીશન નહીં થાય તેવી ખાત્રી આપી હતી. ગતરોજ ડિમોલીશન શરૂ કરતા અસરગ્રસ્તો ઘરવખરી સાથે ધારાસભ્યોની ઓફિસે પહોંચી ગયા હતા.
શહેરના વરાછા વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટીના ૩૯ જેટલા મકાન ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટથી અસરમાં આવે છે. લોકસભા ચૂંટણી અગાઉ સ્થાનિક કરંજ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી દ્વારા મત માગતી વખતે ચૂંટણી પ્રચાર દમિયાન જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું ધારાસભ્ય છું. ત્યાં સુધી ડિમોલીશન નહીં થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ વરાછા ઝોન દ્વારા હરિધામ વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશન શરૂ કર્યું છે. ૩૯ પૈકી ૨૧ મિલકતદારો હાઈકોર્ટમાં અપીલ કરી હોવાથી તે સિવાયની બાકી મિલકતોમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આજે સવારે હરિધામ વિવેકાનંદ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ઘરવખરી સાથે લંબે હનુમાન રોડ પર એફિલ ટાવર નજીક આવેલ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની ઓફિસે ધરણા ઉપર બેઠા છે. અસરગ્રસ્તો સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા અને ધારાસભ્ય પાસે રજૂઆત કરવામાં આવી રહી છે.
વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર અમિત દેસાઈના જણાવ્યા મુજબ ખાડી ડેવલોપમેન્ટ પ્લાન્ટમાં અસરગ્રસ્ત ૩૯ મિલકતો પૈકી ૨૧ મિલકતદારો હાઈકોર્ટમાં રજૂઆત કરી હોવાથી તે સિવાયની ૧૮ મિલકતોમાં ગતરોજની ડિમોલીશનની શરૂ કરાયું છે. આજે સવારે પણ ડિમોલીશન ચાલી રહ્યા છે. તે દરમિયાન અસરગ્રસ્ત દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું છે કે, બાકીના અસરગ્રસ્તો પણ હાઈકોર્ટમાં ગયા છે. અમિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી હાઈકોર્ટનો લેખિત આદેશ નહીં આવે ત્યાં સુધી ડિમોલીશન યથાવત્‌ રહેશે. જો હાઈકોર્ટનો આદેશ આવશે તો ડિમોલીશન અંગે પુનઃવિચાર કરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.