ઉનાઃ મોટાડેસરના સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ ચાર્જ ન સોંપતાં લોકોમાં રોષ

ઉના,તા.ર૩
ઉનાના મોટાડેસર ગામના મહીલા સરપંચ સોનાબેન મેઘાભાઇ સોલંકીને ગુજરાત પંચાયતના કાયદા કલમ ૫૭ એક્ટ હેઠળ આજથી ૨ માસ પહેલા સરપંચની મદદથી દૂર કરવામાં આવેલ હોય આ જગ્યા ખાલી પડેલ હોય તેનો ચાર્જ ગામના ઉપસરપંચ રાજુભાઇ લાખાભાઇ સીલોત સોપવા તાલુકા વિકાસ અધિકારીએ એક મહિનાથી આદેશ કરેલ હોય પરંતુ સરપંચ દ્વારા સરકારી રેકોર્ડ અને વહીવટ અંગેના સાહીત્ય સોપવામા ન આવતા પંચાયત હેઠળની આવતી તમામ કામગીરી ઠપ્પ પડી જતા લોકોમા ભારે રોષ ફેલાય રહ્યો છે. હાલમાં ઉના તાલુકાનુ આ ગામ અતિવૃષ્ટીના કારણે ઠેર-ઠેર પાણી ભરાયેલ હોય અને રોગચાળો ફેલાઇ રહ્યો છે. અને ગામ આવેલ અન્ય શાળા પણ પાણીથી ડૂબેલ હોય આ આરોગ્યને અસર કરતી કામગીરી કરવા પંચાયતને નાંણાકીય બાબતની જરૂરીયાત પડતી હોય પરંતુ સરપંચ દ્વારા વહીવટી સત્તા સોપવામાં આવેલ ન હોય જેના કારણે પંચાયતનો વહીવટ અને રેકર્ડ બંધ પડેલ હોય આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને હાલના ઇન્ચાર્જ સરપંચએ તાત્કાલીક ધોરણે વહીવટી કામગીરીને રેકોર્ડ સોપી વહીવટનો અધિકાર સોપવા માંગણી કરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks