લોકપાલ મુદ્દે સુપ્રીમ કોર્ટનું કેન્દ્ર પ્રત્યે કડક વલણ

નવી દિલ્હી,તા.૨
લોકપાલની નિમણૂકમાં ઢીલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સાથે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રની મોદી સરકારને કહ્યું કે, તેઓ ૧૦ દિવસની અંદર દેશમાં લોકપાલની નિમણૂકની સમય સીમા નક્કી કરે અને જણાવે. જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ આર. ભાનુમતિની પીઠને સરકારે કહ્યું કે, દેશમાં લોકપાલની નિમણૂક માટે લેવાનારા સંભવિત કદમોની જાણકારી આપતા ૧૦ દિવસની અંદર જાહેરનામું જારી કરે. કેન્દ્ર તરફથી અર્ટોની જનરલ કે.કે. વેણુગોપાલ લોકપાલની નિમણૂકના સંબંધોમાં સરકાર તરફથી મળેલ લેખિત આદેશ આપે.
પીઠે આ મામલાની સુનાવણી માટે આગામી તારીખ ૧૭ જુલાઇ નક્કી કરી છે. કોર્ટ બિન સરકારી કોમન કોઝ દ્વારા દાખલ કરેલી તિરસ્કાર અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં ૨૭ એપ્રિલ ૨૦૧૭ના કોર્ટના આદેશ છતા લોકપાલની નિમણૂક ન કરવાનો મુદ્દો ઉઠવવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે છેલ્લા વર્ષે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, પ્રસ્તાવિત સંશોધનોને સંસદમાં પસાર થવા લોકપાલ કાયદાને વિલંબિત રાખવા ન્યાયી નથી. જણાવી દઇએ કે, ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દાઓને મોટા પ્રમાણમાં ઉઠાવ્યા હતા, પરંતુ કેન્દ્રમાં તેની સરકાર બન્યા બાદ લોકપાલની નિમણૂક કરવાની દિશામાં હજુ સુધી કંઇ ખાસ મેળવી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ યૂપીએ સરકાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરવાની માગ ઉઠી હતી. અન્ના હજારેના દબાણમાં સંસદે આ બનાવવાનો કાયદો બનાવ્યો, પરંતુ સાડા ચાર વર્ષ બાદ પણ લોકપાલની સંસ્થા સક્રિય નથી થઇ શકી.

નિકાહ હલાલા : બહુપત્નીત્વ મુદ્દે દાખલ કરાયેલ અરજીઓની સુનાવણી માટે મોટી બેંચની રચના કરવા વિચારીશું : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નિકાહ હલાલા અને બહુપત્નીત્વના વિરોધમાં દાખલ થયેલ અરજીઓની સુનાવણી માટે અમે પાંચ જજોની બંધારણીય બેન્ચની રચના કરીશું જે બંનેની વૈદ્યતા બાબત નિર્ણય કરશે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે રરમી ઓગસ્ટે દાયકાઓથી ચાલી આવતી ટ્રીપલ તલાકની પ્રથાને રદ્‌ કરવા આદેશ કર્યું હતું અને ર૬મી માર્ચે નિર્ણય કર્યો હતો કે અમે આ મુદ્દાઓ તપાસવા માટે મોટી બેન્ચની રચના કરીશું. સીજેઆઈ દિપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જવાબ રજૂ કરાયા પછી અમે બંધારણીય બેન્ચની રચના કરીશું. આ મુદ્દાઓને પડકારતી અરજી રાની ઉર્ફે સબનમે દાખલ કરી છે એમણે આક્ષેપો કર્યા છે કે એમના પતિએ એમને ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી છે અને બીજા લગ્ન કર્યા છે એમણે માંગણી કરી છે કે મુસ્લિમોમાં પ્રચલિત બહુપત્નીત્વ અને નિકાહ હલાલાને ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. આ જ પ્રકારની અરજી દિલ્હીની અન્ય મહિલા નફીસાખાને દાખલ કરી છે અને આ જ પ્રકારની માગણી કરી છે. એમણે માગણી કરી છે કે ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એકટ-૧૯૩૯ને ગેરબંધારણીય અને બંધારણની કલમો ૧૪, ૧પ, ર૧ અને રપનો ભંગ જાહેર કરી રદ કરવી જોઈએ. આ કાયદાથી ભારતની મુસ્લિમ મહિલાઓને બહુપત્નીત્વથી રક્ષણ અપાતુ નથી. અન્ય ધર્મોની જેમ મુસ્લિમ મહિલાઓને પણ આ બાબતે રક્ષણ આપવું જોઈએ.

સુપ્રીમકોર્ટ નિકાહ, હલાલા, બહુપત્નીત્વનો વિરોધ કરતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા સંમત


સુપ્રીમકોર્ટે મુસ્લિમોમાં પ્રચલિત નિકાહ, હલાલા અને બહુપત્નીત્વ પ્રથાઓને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી માટે સંમતિ આપી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને જજ એ.એમ.ખાનવિલકર અને જજ ડી.વાય.ચંદ્રચૂડની બેંચે વરિષ્ઠ શેખરની દલીલ બાબત વિચાર્યું કે અરજીઓની અંતિમ સુનાવણી માટે પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરવામાં આવે. દિલ્હીના અરજદારોમાંથી એક સમીના બેગમ તરફે વકીલ શેખર અને અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે એમની અસીલણને ધમકી આપવામાં આવી રહી છે અને એમની ઉપર દબાણો કરવામાં આવી રહ્યા છે કે એ અરજી પાછી ખેંચી લે. દરમિયાનમાં બેંચે કેન્દ્ર તરફે હાજર રહેલ વધારાના સોલિસિટર જનરલ તુષાર મહેતાને દરમિયાનગીરી કરવા પરવાનગી આપી છે. દિલ્હીની મહિલાએ અરજીમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પર્સનલ કાયદા અને ઈપીકોના કાયદાની કલમ ૪૯૪ (પતિ અથવા પત્નીની હયાતિ દરમિયાન પુનઃ લગ્ન કરવા બાબત છે) મુસ્લિમોને લાગુ પડતી નથી અને લગ્ન કરેલ મુસ્લિમ મહિલા પોતાના પતિ સામે બહુપત્નીત્વના ગુના બાબતે ફરિયાદ દાખલ કરી શકતી નથી. કાયદાની જોગવાઈઓને પડકારમાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks