અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરમાં એક તરફ ચોરી લૂંટ અને ઘરફોડ ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જયારે બીજી પોલીસતંત્ર સબ સલામતના દાવા કરે છે. ત્યારે પોલીસ તંત્રના સબસલામત દાવાની પોલ ખોલતા વધુ એક લૂંટનો બનાવ અમદાવાદ શહેરમાં બન્યો છે જેમાં કાલુપુર બ્રિજ ઉપર કાર બગડતા વેપારીના હાથમાંથી પાંચ કિલો સોનું ભરેલી બેગ લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના કાલુપુર બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક વેપારીની કાર અચાનક બગડી જતાં કાર રોકી દીધી હતી. તે દરમ્યાન તકનો લાભ લઈને બાઈક ઉપર આવેલા બે લૂંટારૂઓએ વેપારીના હાથમાંથી પાંચ કિલો સોનું ભરેલી બેગની લૂંટ ચલાવીને રફુચકકર થઈ ગયા હતા. ત્યારે વેપારીએ બૂમાબૂમ કરી પરંતુ લૂંટારૂઓ પતાયન થઈ ગયા હતા ! ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટની ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડયા કવાયત હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે મેગાસિટી અમદાવાદ શહેરમાં જ ચોરી લૂંટની ઘટનાનો આંકડો જે રીતે વધી રહ્યો છે જેને જોતા અમદાવાદ શહેરનો ક્રાઈમનો રેશિયો ઉંચે જાય તેમાં નવાઈ નહીં. ત્યારે મેગાસિટી અને મેટ્રોસિટી બનવા જઈ રહેલા અમદાવાદ શહેરમાં પડેલી સુરક્ષા અને સલામતી આપવામાં આવે તે જરૂરી છે.