અમરેલીમાં વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતાં લુખ્ખા સામે ફરિયાદ

અમરેલી, તા. ૧૯
પ્રેમ સબંધ રાખવાનું કહેતા ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં રોમીયોગીરી કરતા તત્ત્વોને બાહોશ પોલીસ વડા પાઠ ભણાવે તેવી માગણી
અમરેલીમાં ૧૬ વર્ષની વિદ્યાર્થિની ટ્યૂશનમાં જતી હોઈ ત્યારે છેલ્લા ત્રણ દિવસથી એક લૂખો શખ્સ બાઈક લઈને તેની પાછળ-પાછળ જઈ હેરાન પરેશાન કરી રહ્યો હોય અને તેની સાથે પ્રેમ સબંધ રાખવાનું કહેતો હોઈ જેથી વિદ્યાર્થિનીએ આવું કરવાની ના પાડતા લૂખા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા વિદ્યાર્થિનીએ અમરેલી સિટી પોલીસમાં લૂખા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે.
અમરેલીના લાઠી રોડ ઉપર એક ૧૬ વર્ષની વિદ્યાર્થિની ટ્યૂશનમાં જય રહી હોઈ ત્યારે શિવકું કાઠી (રહે.અમરેલી) પોતાનું બાઈક છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થિની પાછળ-પાછળ જતો હોઈ અને વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરતો હોઈ ગઈકાલે આ લૂખા શખ્સે વિદ્યાર્થિની પાછળ જઈ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહેતા વિદ્યાર્થિનીએ આવું કરવાની ના પાડતા શિવકું કાઠીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના મોબાઈલમાં ઇન્સ્ટગ્રામમાં પણ મેસેજ મોકલી મારવાની ધમકી આપતા વિદ્યાર્થિનીએ સિટી પોલીસમાં લૂખા શખ્સ શિવકું કાઠી સામે ફરિયાદ નોંધાવેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં એકલી જતી વિદ્યાર્થિનીઓને હેરાન પરેશાન કરતા આવા રોમિયોની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરભરા કરવી જોયે તેવી લોકોમાં માગણી ઉઠી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts