Gujarat

લુમ્સના કારખાનેદારે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું હતું

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
શહેરના ન્યુ સિટીલાઇટમાં રહેતા લૂમ્સ કારખાનેદારના અપહરણનો ગુનાનો ભેદ ઉકેલી ઉધના પોલીસે કહાનીનો પર્દાફાશ કર્યો છે. વેપારી ઉપર એક કરોડ રૂપિયાનું દેવું થઇ જતાં લેણદારોથી બચાવ માટે તેને જાતેજ પોતાના અપહરણની સ્ટોરી રચી હતી, અને પાંડેસરામાં રહેતા મિત્રને પોતાનું સીમકાર્ડ આપી પોતાના પિતાને ધમકીભર્યા ફોન કરાવતો હતો. યુપી ભાગી ગયેલા વેપારીને પોલીસ સુરત લઇ આવી હતી તથા તેના કહેવા ઉપર ફોન કરનાર મિત્રની પણ અટક કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ન્યુ સિટીલાઇટ રોડ સ્થિત ગાયત્રી સોસાયટીમાં રહેતા હર્ષદ પટેલનું ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં લૂમ્સ કારખાનું છે અને ગત તા. ૨૨- ૦૬ – ૨૦૧૮ના રોજ કારખાનેથી તેઓ ક્યાંક ગાયબ થઇ ગયા હતા. આ બનાવ અગે પિતા ઇશ્વરભાઇએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ૨૫મીએ બપોરે ઇશ્વરભાઇને ફોન આવેલ કે તુમ્હારા લડકા મેરે પાસ હૈ તુમ મેરે આદમી કો છોડ દો તબ મેં તુમ્હારે લડકે કો છોડ દો તબ મેં તુમ્હારે લડકે કો છોડ દૂંગા. આવી ધમકી સાંભળી ઇશ્વરભાઇ ગભરાઇ ગયા હતા અને ઉધના પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે હર્ષદભાઇની અપહરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તે દમિયાન ઇશ્વરભાઇ અને એક વાર હર્ષદભાઇના પત્ની વંદનાબેન ઉપર ધમકીભર્યા ફોન આવ્યા હતા. જેથી પરિવારજનો ગભરાઇ ગયા હતા. ત્યારે પોલીસે કોલ ડિટેલ્સ અને મોબાઇલના આઇએમઆઇ નંબરના આધારે તપાસ શરૂ કરી ધમકીભર્યા કોલ જ્યાંથી આવતા તેનું લોકેશન કઠાવતા હર્ષદભાઇના મોબાઇલનું લોકેશ યુપી પ્રતાપગઠ બતાવતું હતું અને જે મોબાઇલ પરથી ધમકીભર્યા કોલ આવતા હતા તેનું લોકેશન પાંડેસરા બમરોલી બતાવતું જેથી પોલીસે ટીમબનાવી તપાસ શરૂ કરી હતી. અને પાંડેસરાના શાંતિનિકેતન કૈલાશ ચોકડી પાસે રહેતા શંકર રાજારામ પાલને ઉચકી લાવી હતી અને તેની પૂછપરછ કરતા આખી સ્ટોરી સામે આવી ગઇ હતી. શંકરએ કબુલ્યું હતું કે, તેને હર્ષદના કહેવાથી ધમકીભર્યા કોલ કર્યા હતા અને હર્ષદભાઇના કહેવાથી ધમકીભર્યા કોલ કર્યા હતા અને હર્ષદ યુપીમાં પોતે ગયેલા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસની એક ટીં પતાપગઠ ખાતે આવેલસગરા ગામ પહોંચી હતી અને ત્યાંથી હર્ષદભાઇને શોધી લઇ આવી હતી પોલીસે જણાવ્યું હતું કે, તેના ઉપર વેપારમાં આશરે એક કરોડ રૂપિયાનું દેવું થઇ જતાં લેણદારો ઉઘરાણી કરતા હતા પોતાની પાસે રૂપિયાની સગવડ ન હોઇ એટલે પોતે યુપી ચાલ્યો ગયેલ અને મિત્ર શંકરને પોતાનું સીમકાર્ડ આપી પોતાના પિતાને ધમકી આપવાનું કહ્યું હતું. બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.