લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં સાત કરોડની સહાય

લુણાવાડા, તા.૧૨
મહિસાગર જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૧૭ જિલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતે યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અંદાજીત ૫૩૫૭ લાભાર્થીને અંદાજે રૂપિયા સાત કરોડ ઉપરાંતની સહાય આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાના ૧૦મા ચરણના ઉપલક્ષમાં આજે મહિસાગર જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૧૭ મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતે પી.એન. પંડ્યા આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં ગુજરાત રાજય મહિલા આયોગના ચેરમેન લીલાબહેન અંકોલિયાની અધ્યક્ષતામાં અને વનવિકાસ નિગમના ચેરમેન પ્રો.કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા આયોગના ચેરમેને જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ જનભાગીદારી અને છેવાડાના માનવીના કલ્યાણમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનો ભરપુર લાભ ઉઠાવવા ભાઇઓ-બહેનોને અપીલ કરી હતી. આ પ્રસંગે વન વિકાસ નિગમના ચેરમેને જણાવ્યું હતું કે, સ્વાભિમાન, સ્વાવલંબન, સ્વરોજગાર થકી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને છેવાડાના માનવી સુધી લઇ ગઇ છે. આ પ્રસંગે દિપ પ્રાગટ્યથી પ્રારંભ બાદ સ્વાગત પ્રવચન જિલ્લા કલેક્ટર અને આભાર દર્શન ડીઆરડી એના ડાયરેક્ટરે કર્યું હતું. બાલીકાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તથા કાર્યક્રમ અગાઉ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks