લુણાવાડામાં સ્વચ્છતાના નામે મીડું, દવા છંટકાવના લાખોના સાધનો ધૂળ ખાય છે

લુણાવાડા, તા.૧૮
લુણાવાડા નગરમાં છેલ્લા કેટલાક સમયથી ઋતુજન્ય રોગચાળાનો વાવર ફેલાઈ રહ્યો છે. તાવ, માથાનો દુખાવો જેવી બીમારીથી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે તો બીજી તરફ પાલિકા તંત્રે આવી સ્થિતિમાં સફાઈ અને દવા છંટકાવ પર ધ્યાન આપવાના બદલે નિષ્ક્રિય રહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લુણાવાડા નગરના અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર કલેક્શન નિયમિત ન થતું હોવાની બૂમો છે. અનેક વિસ્તારોમાં કચરાના ઢેર પડેલા છે. કેટલાક નિશ્ચિત સ્થાનો પર કચરો નખાતા હોય ત્યાં નિયમિત ટ્રેક્ટર દ્વારા કચરો લઈ જવાતો નથી. આવા કોઈ પણ પગલાં લીધા વગર નગરના મુખ્યમાર્ગો પર કચરો ઉડાડતું-ઉડાડતું ટ્રેક્ટર પસાર થાય છે. બિલ્ડીંગ સાઈટો પર મચ્છર બ્રિડિંગમાં દવા છંટકાવ થતો નથી. ગત વર્ષે જાહેર કરેલો સ્વચ્છતા માટેનો ટોલ ફ્રી નંબર અસ્તિત્વમાં છે કે કેમ એ પણ પ્રશ્નાર્થ છે. આ બધાની વચ્ચે તાજેતરમાં સ્વાઈન ફ્લૂએ માઝા મૂકતા નગરજનોમાં રોગચાળાના ભયે ફફડાટની લાગણી ફેલાઈ છે. લુણાવાડા નગરમાં સ્વાઈન ફ્લૂથી એક મૃત્યુ નોંધાયું છે. ત્યારે સ્વચ્છતા અને જુદા જુદા વિસ્તારોમાં સરકાર દ્વારા આપવામાં આવેલા ધૂળ ખાઈ રહેલા લાખો રૂપિયાના મશીનોનો ઉપયોગ કરી દવા છંટકાવ કરવામાં આવે તેવી રહીશોમાં માગ ઉઠી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks