લુણાવાડાના રાવળવાસમાં ૬૦ વર્ષે પણ રસ્તાની સુવિધા નહીં !

(સંવાદદાતા દ્વારા) લુણાવાડા,તા.૯
લુણાવાડાના રાવળવાસમાં પાલિકા દ્વારા આજદિન સુધી ફળિયાઓમાં જવાના પાકા રસ્તાની સગવડ ઊભી કરી શકી નથી. જેના લીધે રાવળવાસની પછાત અને ગરીબ જનતાને ચોમાસામાં કાદવ ખૂંદીને કે ખેતરોમાં થઈને આવ-જા કરવી પડે છે.
મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડાના છેવાડે અને પાલિકાની હદમાં આવેલા રાવળવાસની જનતા લુણાવાડા નગરપાલિકામાં ટેક્ષ ભરતી હોવા છતાં શહેરી સુવિધાના મામલે બાકાત છે. પાલિકાના હાકેમો આઝાદીના છ દાયકા પછી પણ પાકા રસ્તાની સગવડ ઊભી કરી શક્યા નથી. જે શરમજનક બાબત છે.
પાકા રસ્તાની સગવડના અભાવે ચોમાસાના ચાર મહિના રાવળવાસ માટે નર્કની યાતના જેવા બની જાય છે. ચોમાસામાં ફરજિયાત આ જનતાને અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાદવ કીચડમાંથી આવ-જા કરવી પડે છે. કાદવ કીચડવાળા રસ્તાને કારણે ફળિયામાં રિક્ષા કે ૧૦૮ જેવા વાહનો પણ આવતા-જતા ન હોઈ બીમારી કે અકસ્માત પ્રસંગે દર્દીઓને ઊંચકીને લાવવા પડે છે. રાવળવાસમાં રહેતા જગદિશ રાવળના જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ વર્ષથી રસ્તાની રજૂઆત કરવા છતાં ગરીબોનું કોઈ સાંભળતું નથી !

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks