Gujarat

લુણાવાડાના પ૮૬મા સ્થાપના વર્ષની ઉજવણી પ્રસંગે શોભાયાત્રા નીકળી

(સંવાદદાતા દ્વારા) લુણાવાડા,તા.૭
લુણાવાડા નગરના સ્થાપના દિનની મંગળવારના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના સભ્યો, લુણાવાડા રાજવી પરિવારના સભ્યો તેમજ નગરજનો દ્વારા લુણાવાડાનો પ૮૬મો ‘હેપ્પી બર્થ ડે’ ઉજવાયો હતોે.
ડગલે અને પગલે વિકાસની હરણફાળ ભરી રહેલા મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવડા નગરનો મંગળવારના રોજ વૈશાખ સુખ ત્રીજ અખાત્રીજના દિવસે પ૮૬મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઈ.સ.૧૪૩૪ના રોજ મહારાજા ભીમસિંહજીએ લાવણ્યપૂરી લુણાવાડાનો પાયો નાખ્યો હતો. લુણેશ્વર મંદરથી જેનુ નામ પડ્યું છે. તે લુણાવાડાના સ્થાપના દિનની ઉજવણી સવારે મહાપૂજા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરથી નગરપાલિકા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ અને નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના ચેરમેન, લુણાવાડા રાજવી પરિવારના સભ્યો, પાલિકાના સદસ્યો, પૂર્વ પાલિકા પ્રમુખો તેમજ નગરના નાગરિકો સહિત આ શોભાયાત્રામાં જોડાયા હતા.
વારસા અને શિક્ષણથી છલકાતા લુણાવાડામાં યુવાનોના રોજગારી અને વિકાસની અનેક તકો છે. બિન સાંપ્રદાયિકતાના આદર્શ ઉદાહરણ સમા લુણાવાડા નગરમાં તમામ કોમની પ્રજાજનો પ૮૬ વર્ષોથી સંપીને હળીમળીને રહે છે. આ ધાર્મિક સદ્ધરતાના કારણે લુણાવાડા “છોટે કાશી”નું બિરૂદ પામેલુ છે. રાજવી વારસો અને પાલિકાનો કુશળ વહિવટ નગરના વિકાસને વધુ વેગ આપે છે. “એજ્યુકેશન હબ” મનાતા લુણાવાડામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ૩૦થી વધુ શાળાઓ અને કોલેજનું શિક્ષણ દિન-પ્રતિદિન સાક્ષરતામાં ઓર વધારો કરે છે.
લુણાવાડાના દર્શનીય દરકોલી દરવાજા અને શહેરા દરવાજા, વસંતસાગર તળાવ અને કિશન સાગર તળાવ, દક્ષિણ ભારતની ભવ્યતાનું દર્શન કરાવતું રામજીમંદિર, મુસ્લિમોના ઈસ્લામિક ઉત્તમ શિક્ષણમાં વધારો કરતી નશેમન લાયબ્રેરી, મુસ્લિમો માટેની ઈદગાહ મસ્જિદ, જુમ્મા મસ્જિદ તેમજ ઈસ્લામીક શિક્ષણનું હબ દારૂલ ઉલુમ લુણાવાડા નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જ્યારે મુસ્લિમોના હર્દસમા હુસૈની ચોક વિસ્તારમાં આવેલ અને મુસ્લિમો દ્વારા રક્ષીત બ્રાહ્મણોની કુળદેવી દેવળમાતાનું મંદિર તેમજ હિન્દુ લુણાવાડામાં કોમી-એકતાનું ઉદાહરણ પુરૂં પાડી શોભામાં ઓર વધારો કરે છે.
શોભાયત્રા બાદ સવારના ૧૦ઃ૦૦થી સાંજના પઃ૦૦ વાગ્યા સુધી લુણાવાડાની લાલસિંહજી પુસ્તકાલય રણજીતસિંહ રીડીંગ હોલ ખાતે પ્રાચિન, માધ્યકાલિન અને આધુનિક લુણાવાડા સહિતના દેશી રજવાડીઓના સિસ્ક્કાઓ તેમજ સ્વતંત્ર ભારતના સિક્કાઓ તથા હસ્તપ્રતાનું પ્રદર્શન યોજાયું હતું. અમૂલ્ય ઐતિહાસિક વારસો જોઈ નગરજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી અને લુણાવાડા નગરનો પ૮૬મો સ્થાપના દિવસ અનેરા આનંદ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.