મધ્યપ્રદેશની બસ તથા ચાર કાર પર પ૦ જેટલા લુટારૂઓનો પથ્થરમારો

દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામે હાઈવે રોડ ઉપર ૫૦ જેટલા લૂંટારૂઓની ટોળકીએ મધ્યપ્રદેશની એક લકઝરી બસ અને ૪ કાર ઉપર લુંટના ઈરાદે પથ્થર મારો કરતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ લુંટના ઈરાદે કરવામાં આવેલ પથ્થર મારામાં ઘાયલ થયેલ ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે મોકલી આપ્યાનુ જાણવા મળે છે. લકઝરી ગાડીના ચાલકે તેમજ ૪ ફોર વ્હીલર ગાડીના ચાલકે પેસેન્જર તેમજ પરિવારજનોને બચાવમાં ગાડી પથરાવનો સામનો કરી ભગાવી દાહોદ ડેપોમાં લાવતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને ડ્રાવરની સુઝબુઝને બિરદાવી હતી.
દાહોદ લીમખેડાની વચ્ચે મંગલમહુડી ગામે પાસે હાઈવે ઉપર લુંટના મક્કમ ઈરાદે આવેલ ૫૦ જેટલા લુંટારૂઓની ટોળકીએ અમદાવાદ થી દાહોદ તરફ આવતી એક બસ તેમજ ચાર ફોર વ્હીલર કારો પર પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં હાઈવે ઉપર ડરની સાથે અફરા તફરી મચી જવા પામી હતી. રાત્રીના ૧૧.૩૫ વાગ્યાના સમયગાળા દરમ્યાન બનેલ આ બનાવમાં મધ્ય પ્રદેશના બસના ચાલકે પેસેન્જરોની સુરક્ષાને ધ્યાને રાખી લુંટારૂઓની પથ્થરબાજીનો સુઝબુઝથી સામનો કર્યો હતો અને બસ ભગાવી દાહોદ બસ સ્ટેશન લાવીને ઉભી કરી દીધી હતી. આ પથ્થરબાજીમાં ચાર પેસેન્જરો સહિત ડ્રાઈવરને શરીરે,માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી જેને પગલે ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલિસને થતા જ પોલિસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વિસ્તારોમાં નાકાબંધી કરી લુંટારૂઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks