લીબિયાના ચેકપોઈન્ટ પર હુમલા બાદ ૧૧નો શિરચ્છેદ : દાઈશ પર આરોપ

(એજન્સી) બેંગહાઝી, તા.ર૫
લીબિયાની સેનાની મજબૂત પક્કડવાળા ત્રિપોલીથી દક્ષિણે આવેલા ખલીફા હફતાર ચેક પોઇન્ટ પર થયેલા હુમલામાં ૧૧ લોકોનો શિરચ્છેદ કરાયો હતો. જેમાં ૯ સૈનિકો અને ર નાગરિકોનો સમાવેશ થાય છે. પાટનગર ત્રિપોલીથી દક્ષિણે પ૦૦ કિમી દૂર આ સરહદ ચેકપોઈન્ટ આવેલ છે. કર્નલ અહેમદ અલ-મેસમારીએ આ હુમલા માટે દાઈશના આતંકવાદીઓ પર આરોપ મૂક્યો છે. જો કે હુમલા અંગે કોઈ જૂથે હજુ દાવો કર્યો નથી. નાટો સેનાના ટેકાથી ર૦૧૧માં લીબિયાના તાનાશાહ કર્નલ કદ્દાફીના પતન બાદ લીબિયામાં ભારે અરાજકતા પ્રવર્તે છે. લીબિયામાં સત્તા મેળવવા માટે ડઝન જેટલા બળવાખોર જૂથો માનવ તસ્કરી આતંકવાદ, શસ્ત્રોના વેપારીઓ સક્રિય બની માર્ગ મોકળો કરી રહ્યા છે. ડિસેમ્બરમાં મેડિરેટીયન કોસ્ટ નજીક સીર્ટે પર કબજો જમાવનાર દાઈશના આતંકવાદીઓને લીબિયાના સરકારી દળો અને યુનોના દળોને સંયુક્ત અભિયાન ચલાવી ખદેડી મૂક્યા હતા. સીર્તે શહેરમાં સતત અભિયાન ચલાવી દાઈશ જૂથના સભ્યોને ખદેડી મૂક્યા છે. પરંતુ સેના અને વિશ્લેષકો માને છે કે હજુ લીબિયામાં દાઈશ જૂથ સક્રિય રહ્યું છે. ખાસ કરીને રણપ્રદેશમાં જ્યાં સરકારી દળોનો ઓછો અંકુશ છે. હફતાર જૂથ જે બળવાખોરોના તંત્રનું પીઠબળ ધરાવે છે. તેણે જીએનએ જૂથની માન્યતાનો ઈન્કાર કરી દીધો હતો. જેણે રણપ્રદેશનો મોટોભાગ કબજે કર્યો છે. જીએનએ બળવાખોર જૂથને હાંકી કાઢ્યા બાદ દક્ષિણના સેબહા શહેર નજીક તમેનહંટ ખાતે લીબિયાની સેનાએ કબજો કર્યો હતો. અલજુફરા કબજે કર્યા બાદ બેગેરાઝી રક્ષા બ્રિગેડ જે મહત્ત્વનો સેનાનો હવાઈ અડ્ડો છે તેને કબજે લીધા બાદ રફતાર તરફી દળો દ્વારા દાઈશના આતંકીઓને હાંકી કાઢ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks