લીબિયાના દરિયામાં ૩પ શરણાર્થીઓ ડૂબી ગયા હોવાનો ભય : કોસ્ટગાર્ડ

(એજન્સી) તા.૯
એક કોસ્ટગાર્ડે આપેલી માહિતી પ્રમાણે શનિવારના રોજ લીબિયાના દરિયામાં એક સપાટ બોટ પર મુસાફરી કરતી વખતે ૩પ જેટલા શરણાર્થીઓ દરિયામાં ડૂબી ગયા હોવાનો ભય છે. આ લોકોમાં સાત બાળકો પણ સામેલ હતા એવી માહિતી મળી છે. પૂર્વ ત્રિપોઇથી ૬૦ કિમીના અંતરે ગારાબુલ્લી ખાતે એક કોસ્ટગાર્ડ અધિકારી ઇસ્સા અલ ઝેર્રોકે જણાવ્યું કે માછીમારોએ કોસ્ટગાર્ડને એક બોટ ડૂબી જવા અંગે માહિતી આપી હતી. દરમિયાન માછીમારોની મદદથી જ કોસ્ટગાર્ડે લગભગ ૮પ શરણાર્થીઓેને ડૂબતા બચાવ્યા હતા. તેમાં ૧૮ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. નૌકાદળના પ્રવક્તા અયુબ કાસેમે જણાવ્યું કે આ બોટ ગારાબુલ્લીથી લગભગ છ નોટિકલ માઇલના અંતરે ડૂબી હતી. જોકે ૧૦ માછીમારોની બોટે બચાવકાર્યમાં મદદ કરી હતી. જોકે બચાવી લેવાયેલા શરણાર્થીઓમાં નાઇજીરિયા, સેનેગલ, કેમેરોન, ધી આઇવરી કોસ્ટ અને ઘાનાના નાગરિકો સામેલ હતા. નાઇજીરિયાના એક હેરડ્રેસર વિવિયન એફોસ્સાએ આ ભયાવહ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે જણાવ્યું કે કેવી રીતે સમગ્ર બોટ ડૂબી જતાં નાગરિકો દરિયામાં ડૂબી ગયા હતા. આ બોટ મારફતે શરણાર્થીઓ યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે એફોસ્સાએ જણાવ્યું કે જ્યારે અમે બોટ પર સવાર થયા ત્યારથી આ બોટ લીક થઇ હતી. અમે એકાએક જોયું કે બોટમાં પાણી લીક થવા લાગ્યું હતું. દરેક લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. અમે એકબીજાને ખેંચવા લાગ્યા લોકો મારા વાળ પણ ખેંચવા લાગ્યા. હેમખેમ દરેક લોકો બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સમગ્ર બોટ ડૂબી ગઇ. મેં ક્યારેય વિચાર્યુ નહોતું આ દરિયો એટલો વિશાળ અને ઊંડો હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks