મગફળીકાંડ અંગે આક્ષેપો બદલ કૃષિ મંત્રીએ ચીમકી આપતાં આખરે વિપક્ષ નેતાએ માગી માફી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૩
રાજ્યમાં બહાર આવેલ હજારો કરોડના મગફળી કાંડમાં રાજકીય અગ્રણીઓના નામો બહાર આવતા આ મામલો બરાબરનો ગરમાયો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે રાજ્યવ્યાપી ધરણા હાથ ધર્યા છે અને તેમાં આજે તેમણે રાજ્યના કૃષિ મંત્રી સામે ગંભીર આક્ષેપો કરતા કૃષિ મંત્રી આર.સી. ફળદુ બરોબરના ગિન્નાયા હતા અને તેમણે સામો પડકાર ફેંકી કાયદેસર કાર્યવાહીની ચીમકી ઉચ્ચારતા આખરે પરેશ ધાનાણીએ નમતું જોખી માફી માગવી પડી હતી. જેને પગલે કૃષિ મંત્રી પર કરેલા આક્ષેપ અંગે ધાનાણીએ માફી માંગતા કહ્યું કે, કૃષિમંત્રીને ખોટું લાગ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. ધાનાણીએ મગફળી કાંડ મુદ્દે હરિપર મંડળીમાં ફળદુના સગાએ ગેરરીતિના કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દે તેમણે નમતું જોખતા જાહેરમાં માફી માંગી હતી. મગફળી કાંડમાં સંડોવાયેલા લોકોને કડક સજા અને ન્યાયિક તપાસની માંગ સાથે ધાનાણીએ ધરણાં કર્યા હતા. આખરે ૪૦૦૦ કરોડના મગફળી કાંડમાં ગુનેગારો અને કૌભાંડ ઉજાગર કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તત્કાલીન કૃષિમંત્રીને બચાવવા હાલના કૃષિમંત્રી હવાતિયા મારી રહ્યા છે. ગુજરાત ૪૦૦૦ કરોડના મગફળીકાંડે રાજ્યને કલંકિત કર્યું છે. આ કૌભાંડ છેલ્લા ૬ મહિનાથી ચાલી રહ્યું છે છતાં સરકારે કોઈ આરોપીને જેલ હવાલે કર્યા નથી. છેલ્લે તેમને હરિપર મંડળીમાં કાંતિભાઈ ગઢિયા કોણ? તેના વિશે અનેક સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કૌભાંડનો રેલો હવે ઝ્રસ્ કાર્યાલય સુધી પહોંચવાની તૈયારીમાં છે ત્યારે સરકાર કૌભાંડ ઉજાગર કરતા લોકોને આરોપી બનાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ મુદ્દે વિરોધપક્ષ કોઈ સવાલ ઉઠાવે તો તેમને જેલમાં ધકેલાય છે. મ્ત્નઁ ભય, ભ્રમ, ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે. બીજી તરફ કૃષિમંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, મગફળી કાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે. કોંગ્રેસના નેતા ધાનાણીએ મારા ખોટા આરોપો લગાવી સસ્તી લોકપ્રસિદ્ધિ કમાવવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં મારું અને મારા પરિવારનું ખોટી રીતે નામ ઉછાળ્યું છે. જો તેમણે લગાવેલા આરોપ સાચા ઠરશે તો જાહેર જીવન ત્યાગી દઈશ.
ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ અને ભાજપના બંન્નેના નામ ખુલ્યા છે. કોંગ્રેસના નામ ખુલતા કોંગ્રેસ અકળાઇ ગઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks