મચ્છુ ડેમ તૂટવાની અફવાથી લોકો જીવ બચાવવા ધાબા ઉપર ચઢ્યા

 

માળિયામિંયાણા, તા.ર૪
માળિયામિંયાણાના મચ્છુ ડેમ તૂટવાની અફવા ફેલાતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા લોકો જીવ બચાવવા રીતસરની દોટ મૂકી હતી. નાના બાળકો સાથે લોકો ધાબા ઉપર ચઢી ગયા હતા. જો કે પોતાના બાળકોની જેમ ઉછરેલા પશુધનને પણ લોકો ધાબા ઉપર લઈ ગયા હતા. જો કે અંતે આ અફવા હોવાની મોરબી જિલ્લા કલેક્ટરે જાહેરાત કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ ટીળકખોળ દ્વારા મોરબીનો મચ્છુ ડેમ તૂટયાની અફવા સોશ્યલ મીડિયા પર વાયરલ કરતા આ અફવા વાયુવેગે મોરબી માળિયા પંથકમાં ફેલાઈ જતાં માળિયામિંયાણા શહેર અને વાંઢ વિસ્તારના ગરીબ પરિવારો જીવ બચાવવા પોતાના ઘરને રેઢા મૂકી દોટ મૂકી હતી. ત્યારે આવી અફવાથી માળિયા શહેરમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અમુક પરિવારો પોતાનો અને નાના અબોલ પશુઓનો જીવ બચાવવા માટે અફવાના પગલે છત પર ચડી ગયા હતા તેમજ અમુક પરિવારો રેલવે લાઈન જંકશનના પિલ્લરો સહારો લેવા માટે બેથી ત્રણ કિ.મી. સુધી નાના બાળકોને માથે ઉપાડી જીવ બચાવવા દોટ મૂકી હતી. જ્યારે માળિયામિંયાણાના હરીપર ગામમાં સરકાર દ્વારા કેશડોલ્સ અને નુકસાનીનો સર્વે ચાલુ હતો ત્યારે એક કર્મચારીને મચ્છુ ડેમ તૂટ્યાનો ફોન આવતાની સાથે સર્વેયર ટીમ રજિસ્ટ્રર લઈ કાર લઈને નાસી જતાં હરીપર ગ્રામજનો ડઘાઈ ગયા હતા અને પોતાના જીવ બચાવવા એક તરફ મચ્છુ નદી અને બીજી તરફ કચ્છનું નાનું રણ જોતા ‘‘જાયે તો જાયે કહા’’ જેવી સ્થિતિ ઊભી થતાં ગ્રામજનો પોતાના ઘર છોડીને નેશનલ હાઈવે પર ધામા નાખ્યા હતા જ્યારે અમુક પરિવારો કચ્છમાં જતાં વાહનો ઊભા રાખીને પોતાના ઘર રેઢા મૂકીને સરકાપર, સામખ્યાળી, ભચાઉ પોતાના સગાસંબંધીને ત્યાં જીવ બચાવવા નાશી ગયા હતા.
પ્રસૂતાને જીવ બચાવવા
બે કિ.મી. ચાલવું પડયું

એક મહિલાની કાલે ડિલિવરી થઈ છે તે મહિલા તેના એક દિવસના બાળકને લઈને અશક્ત હાલતમાં હોવા છતાં જીવ બચાવવા બે કિ.મી. અંતર કાપ્યું હતું. આ જોઈને અફવા ફેલાવનાર પ્રત્યે ફિટકાર વરસ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks