પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ડાઈંગ મિલમાં મશીનમાં ફસાઈ જતાં કર્મીનું મોત

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઉજાલા ડાઈંગ મિલમાં કામદારનું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી ઉજાલા ડાઈંગ પ્રિન્ટીંગ મિલ આવેલી છે.જેના સેન્ટર વિભાગ ઈન્ટેન્ટર મશીન ઉપર કામ કરતી વેળા કામદાર દિપુરંજન સિંગ ઉર્ફે સંજયસિંગ રાજપૂત ટ્રોલી અને ઈન્ટેન્ટર મશીન વચ્ચે દબાઈ જતાં મૃત્યુ પામ્યો હતો.બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતશ્વની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મિલમાં ફરજ દરમિયાન પરપ્રાંતિય કારીગરનું મશીનમાં ફસાઈ જવાથી કરુણમોત નીપજતા અન્ય કામદારોમાં અરોરાટી બળી જવા પામી છે ત્યારે પોલીસે મૃતકના મૃતદેહનો પોસમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks