પાલનપુરમાં મદદના બહાને મહિલાનું એટીએમ કાર્ડ બદલી ગઠિયાએ એક લાખ ઉપાડી લીધા

પાલનપુર, તા.૧૯
પાલનપુરમાં એટીએમ પર પૈસા લેવા ગયેલ મહિલાને મદદના બહાને બે અજાણ્યા ઈસમોએ તેમનું એટીએમ કાર્ડ લઇ પૈસા કાઢી આપેલ અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી લઈ ખાતામાંથી રૂપિયા એક લાખ ઉપાડી લેતા બનાવ અંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની વિગત અનુસાર પાલનપુરના કંથેરીયા હનુમાન રોડ પર આવેલા વડલીવાળા પરા વિસ્તારમાં રહેતા મોહિનીબેન ગોવર્ધનરામ સિંધીને તેમની નજીકમાં રહેતા અશોકજી કેશાજી ઠાકોરે તેમની પત્ની ભગવતીબેનના નામનું એટીએમ કાર્ડ રૂપિયા ૫૦ હજાર કાઢી લાવવા માટે આપેલ. આથી મોહિનીબેન પૈસા કાઢવા માટે એટીએમ પર ગયેલા. જ્યાં પ્રથમ રૂપિયા ૨૦ હજાર કાઢેલા અને ત્યારબાદ એટીએમમાં ઉભેલ બે અજાણ્યા ઇસમોએ કહેલ કે અમારે પણ પૈસા ઉપાડવા છે જલ્દી કરો તેમ કહેતાં મોહિનીબેને કહેલ કે પ્રોસેસ ધીમી થાય છે. આથી આ સમયે તેઓને કહેલ કે લાવો હું પૈસા જલ્દી કાઢી આપું તેમ કહેતાં મોહિનીબેને એટીએમ કાર્ડ આપતા પ્રોસેસ કરી અને ફરિયાદીને પાસવર્ડ નાખવાનું કહેતા મોહિનીબેને પાસવર્ડ નાંખી આપેલ અને તેઓને રૂપિયા ત્રીસ હજાર કાઢી આપેલ અને ફરિયાદી મોહિનીબેન પૈસા ગણવા જતાં આ ઇસમોએ તેમનું એટીએમ કાર્ડ બદલી લઇ ત્યાંથી જતા રહેલ અને ત્યારબાદ મોહિનીબેન ઘરે આવી ભગવતીબેનને એટીએમ કાર્ડ આપેલ. ત્યારબાદ રૂપિયા એક લાખ ખાતામાંથી ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા ભગવતીબેને તપાસ કરતાં તેમની પાસેનું એટીએમ બદલાઈ ગયું હોવાનું જણાઈ આવતા આ અંગે મોહિનીબેને પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks