International

મડાગાંઠનો ઉકેલ લાવવા સીરિયાના વિપક્ષની રિયાધમાં બેઠક

(એજન્સી) રિયાધ,તા.ર૩
એક વિપક્ષના સભ્યએ માહિતી આપી હતી કે રિયાધમાં સીરિયાના વિપક્ષી સમૂહો વચ્ચે દેશમાં ચાલી રહેલી મડાગાંઠનો અંત લાવવા બેઠક યોજાઇ હતી. જોકે શાંતિ વાર્તા માટે એકમંચે આવવામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદ હજુ પણ એક અવરોધ સમાન બની રહ્યા છે. સઉદીના પીઠબળ હેઠળની વિપક્ષી પાર્ટી હાઇ નેગોશિએશન કમિટી (એચએનસી)એ સોમવારે ચર્ચા કરવાની શરૂઆત કરી હતી. આ બેઠકમાં બે અન્ય નમ્ર મતવાદી પક્ષો પણ સામેલ થયા હતા. જોકે કૈરો અને મોસ્કોના જૂથો પણ આ સંયુક્ત રણનીતિ બનાવવા માટે એકઠા થયા હતા. જોકે લગભગ સાત જેટલા રાઉન્ડની બેઠક નિષ્ફળ ગયા બાદ સીરિયામાં યુએનના રાજદ્વારી સ્ટાફન ડી મિસ્તુરાએ કહ્યું હતું કે વિપક્ષોએ એકમત થવું જોઇએ કે તેઓ શું આશા રાખે છે, જોકે હવે આગામી બેઠક ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. એચએનસીના સભ્ય અહેમદ રમદાને કહ્યું કે બશર અલ અસદને હાંકી કાઢવાની સીરિયાના નાગરિકોની માગણીને અનુલક્ષીને તેમણે કહ્યું કે મોસ્કોના પ્રતિનિધિઓએ આવી દરેક માગણી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે કૈરો અને એચએનસીના સભ્યો વચ્ચે સરસ રીતે તાલમેલ જોવા મળ્યો હતો પરંતુ મોસ્કોના પ્રતિનિધિઓ સાથે મડાગાંઠ યથાવત રહી હતી. જોકે મોસ્કોના કથિત સભ્યો દ્વારા આ બેઠકના અંતે કોઇ તાત્કાલિક નિવેદન આપવામાં આવ્યું ન હતું. અસદની સેનાને હાંકી કાઢવા માટે એચએનસી જૂથના લોકો તૈયાર છે પરંતુ અન્ય બે પક્ષો તેમને સત્તામાં જાળવી રાખવા નરમ વલણ અપનાવી રહ્યાં છે. હાલમાં આઇએસ પણ સીરિયામાં નબળો પડી રહ્યો છે આ કારણે જ વિદ્વાનો કહે છે કે સરકાર નેગોશિએશન ટેબલે કોઇપણ પ્રકારની રાહત આપવા તૈયાર નથી. જોકે અસદના ભવિષ્ય અંગે પણ તેને કોઇ ચિંતા નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.