(એજન્સી) તા.૧૬
એક પ૦ વર્ષીય ઇરાકી મહિલાનું હોટલની બાલ્કનીમાંથી પડી જવાથી મોત થયું હતું. જોકે તપાસ એજન્સીએ સંપૂર્ણ ઘટનાની તપાસ બાદ ખુલાસો કર્યો હતો કે આ ઘટના એક અકસ્માત હતી તેમાં કોઇની સંડોવણી નથી. હજ અને ઉમરાહ બાબતોના ઉપમંત્રી મોહમ્મદ અલ બેજાવીએ કહ્યું કે આ મહિલાએ આપઘાત કર્યો છે કે પછી આમાં કોઇ ગુનાહિત કાવતરું છે તે અંગે કોઇ સ્પષ્ટ પુરાવા નથી. અલ બેજાવીએ જણાવ્યું કે તપાસમાં એવો ખુલાસો થયો છે કે જ્યારે આ મહિલા મેવાદા હોટલમાં આ મહિલા જ્યારે તે રૂમમાં હતી તે બાદ તે બાલ્કનીમાં કપડાં સૂકવવા ગઇ હતી અને જ્યારે તે કપડાં સૂકવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેણે એકાએક સંતુલન ગુમાવ્યું હતું અને તે હોટલની બાલ્કનીમાંથી નીચે પડી ગઇ હતી. હજ અને ઉમરાહ બાબતોના ઇરાકી હાઇકમિશનના વડા ખાલિદ અલ આતિહે બેજાવીની મુલાકાત લીધી હતી અને તેમણે સંપૂર્ણ તપાસના દરેક પાસા વિશે ચર્ચા કરી હતી. અલ આતિહે સઉદી સરકારની ઝડપી કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસ બાદ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું કે જેવી રીતે અન્ય દેશોના હાજીઓ હજની મજા માણી રહ્યાં છે અને પવિત્ર હજના અરકાન અદા કરી રહ્યાં છે એવી જ રીતે અમારા નાગરિકો પણ કરી રહ્યાં છે. સઉદી અરબની સરકાર દ્વારા વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું છે.