કાકા-ભત્રીજા વચ્ચેનો જંગ સમાપ્ત ! શિવપાલ સપાના મહાસચિવ બની શકે છે

(એજન્સી) લખનૌ, તા.૯
સમાજવાદી પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ હવે કાકા-ભત્રીજા વચ્ચેનો રાજકીય જંગ સમજૂતી તરફ આગળ વધી રહેલો દેખાય છે. હવે શિવપાલ યાદવને પક્ષ મહાસચિવ પદનો હોદ્દો મળી શકે છે. ઘણા સમયથી શિવપાલ યાદવ ઈશારામાં કહી રહ્યા છે કે, તેમના અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચેના મતભેદો હવે સમાપ્તના આરે છે. પરિવારમાં બધુ ઠીક ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીમાં આજતક સાથે વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. સમાજવાદી પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ હવે સપાના મહાસચિવ પદ પર શિવપાલની નિમણૂક નજીકમાં જ છે. શિવપાલના તેવર સપા-બસપા ગઠબંધન પછી ઢીલા પડયા છે. મુલાયમસિંગ પણ ગઠબંધનની તરફેણમાં હતા. શિવપાલને પણ ગઠબંધનમાં મોટી આશા દેખાઈ રહી છે. શિવપાલના નજીકના સૂત્રોના કહેવા મુજબ અખિલેશ અને શિવપાલ વચ્ચે બે તબક્કાની વાતચીત થઈ ચૂકી છે. વિધાનસભાની ચૂંટણીમાં પરિવારના કલહથી સપાને નુકસાન થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts