મહાત્મા ગાંધી કે મોદી નહીં પરંતુ ૧૨૫ કરોડ ભારતીયો સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરી શકે : PM મોદી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સ્વચ્છ ભારત મિશનની ત્રીજી વર્ષગાંઠે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધી કે મોદી નહીં પરંતુ ૧૨૫ કરોડ ભારતીયોમાં સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવાની તાકાત છે. તેમણે કહ્યું, આજે ભારત અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે પરંતુ તેનો અર્થ એવો નહીં કે આપણે તેમાંથી પીછેહઠ કરી લઈએ. આપણે આ પડકારોનો સામનો કરવાનો છે અને તેમાંથી છૂટકારો મેળવી લેવાનો છે. મોદીએ કહ્યું કે સમાજની ભાગીદારી વગર સ્વચ્છતા અભિયાન કદી પણ પૂર્ણ થવાનું નથી. એક હજાર મહાત્મા ગાંધી કે નરેન્દ્ર મોદી આવે તો પણ જનભાગીદારી વગર આ કામ પુરૂં થવાનું નથી. સ્વચ્છતા અભિયાન હવે કંઈ સરકારનું અથવા તો મહાત્મા ગાંધીનું આંદોલન રહ્યું નથી દેશના સામાન્ય લોકોએ તેને ખભા પર ઉઠાવી લીધું છે. લોકોને આ અભિયાન સાથે જોડાવાની અપીલ કરતાં મોદીએ કહ્યું કે જો એક હજાર મહાત્મા ગાંધી આવી જાય, એક લાખ નરેન્દ્ર મોદી આવી જાય, તમામ મુખ્યમંત્રીઓ મળી જાય, તમામ સરકારો મળી જાય તો પણ સ્વચ્છતા અભિયાન પૂર્ણ થવાનું નથી. પરંતુ જો સવા સો કરોડ ભારતીયો ભેગા મળી જાય તો જોતજોતામાં આ સપનું પુરૂં થઈ શકે છે. મોદીએ પોતાના અંદાજમાં કહ્યું હતું કે, દેશવાસીઓની સામે આ બાબત મુકવાની ખૂબ જરૂરી છે.
વિરોધીઓ ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે, મોદીને ગાળો આપવા માટે ઘણા વિષય છે પંરતુ સમાજને જાગૃત કરવાના કાર્યક્રમ ઉપર કોઇ રાજનીતિ થવી જોઇએ નહીં. વિપક્ષી દળોને અપીલ કરતાં મોદીએ કહ્યું હતું કે, સમાજમાં ફેરફાર લાવવા વાળા વિષયને મજાક તરીકે ન લેવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ટીકા ટિપ્પણી છતાં સરકાર સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહી છે અને આગળ પણ જારી રાખશે. ત્રણ વર્ષ સુધી અમે આ કામમાં લાગેલા છે. કારણ કે અમને લાગે છે કે, મહાત્મા ગાંધીએ અમને જે રસ્તો બતાવ્યો છે તે રસ્તો ખોટો હોઈ શકે નહીં. ઘણા પડકારો છે પરંતુ પડકારોને પાર પાડીને અમે આગળ વધીશું. દેશને ગંદકીમાં મુકી દેવા માટે અમે તૈયાર નથી. દરેક ચીજોમાં સુધારા સાથે આગળ વધી રહ્યા છે. અમે માત્ર પ્રશંસા મળે તેવા કામ કરી રહ્યા નથી. સાહસ સાથે નિર્ણય લઇ રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન હવે દેશના સામાન્ય લોકોના અભિયાન તરીકે છે. દેશવાસી એક સ્વરમાં પોતાની ભાવનાઓ પ્રગટ કરી રહ્યા છે. ગંદકીમાં અમારો પણ યોગદાન છે. તમામને સ્વચ્છતા પસંદ છે પરંતુ સમસ્યા એ છે કે, આ કામ કોણ કરશે. સ્વચ્છતાના મુદ્દા ઉપર મોદીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. સ્વચ્છતાને લઇને દેશ હવે ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks