રાફેલ કૌભાંડ : ફ્રાન્સવા હોલાન્દેના ખુલાસા અંગેના અહેવાલને રોકવા બદલ ટાઈમ્સ નાઉના સંપાદક મુશ્કેલીમાં, અર્નબ ગોસ્વામીએ પણ આવા મહત્ત્વના ન્યુઝ જતા કર્યા

(એજન્સી) તા.૨૨
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા હોલાન્દેએ શુક્રવારે રાફેલ ડીલ અંગે મોટો ખુલાસો કરીને રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. જોકે તેના કારણ ભારતની કેન્દ્રની મોદી સરકારને ભારે આંચકો લાગ્યો હતો. હવે મોદી સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. ટિ્‌વટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી સરકારના મંત્રીઓને મૌન સાધી લીધું છે. દેશના સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ પણ જાહેરમાં આ મામલે બોલવાનું ટાળી ગયા હતા. જોકે તેમની ટિપ્પણીમાં હોલાન્દેના ખુલાસા બાદનો ભય ચોક્કસપણે દેખાતો હતો. એક જાણીતા મીડિયા સામે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ ધડાકાભેર ખુલાસો કરી દીધો હતો કે તેમની સામે મોદી સરકારે ફક્ત રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના નામની જ ભલામણ કરી હતી અને તેના સિવાય બીજો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. જોકે મોદી સરકાર આ ટિપ્પણીને સ્વીકારી રહી નથી. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇએ પણ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને એક વર્ષ થયો અને હવે મોદી સરકાર પર સ્ટ્રાઈક થઈ છે. પત્રકાર અંગશુકાંતાએ કહ્યું કે આ મોદી યુગનો સૌથી મોટો કૌભાંડ છે. તેમણે જનતા કા રિપોર્ટના રવિ નાયરને શુભેચ્છા પણ પાઠવી હતી. જોકે તેમણે ત્રણ ભાગમાં આ કૌભાંડનો ખુલાસો કરી જ દીધો હતો. જોકે આ મામલે તમામ મીડિયા ચેનલો હાહાકાર મચાવી રહ્યા હતા ત્યારે ટાઈમ્સ નાઉએ ભેદી મૌન જાળવ્યું હોય તેવું જણાયું હતું. ચેનલના બોસ રાહુલ શિવશંકરે આ ખબરને તોડી હતી અને તેને અટકાવી હતી. તેમણે પત્રકારને કહ્યું કે તેમાં રાજકીય ટિપ્પણીઓ ઉમેરે અને તેને વધુ ધારદાર બનાવે. તેમને લાગ્યું કે કદાચ આ પણ ભાજપ વિરોધી ફેક ન્યૂઝ છે. જે બિન ભાજપ પક્ષોએ ફેલાવ્યા છે. શિવશંકરે આ સમાચારને એવી રીતે પ્રકાશિત કરવા હતા કે જેનાથી મોદી સરકારને નુકસાન ન થાય. તેઓ જાણવા માગતા હતા કે ફ્રાન્સ્વા હોલાન્દેએ ક્યારે આ ટિપ્પણી કરી હતી. જોકે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ ઈન્ટરવ્યૂનું આકલન કરી રહ્યાં છે. શિવશંકરે કહ્યું કે તેમણે આ સમાચાર મામલે મોદી સરકારથી પુષ્ટી માગી હતી કે આ સમાચાર સાચા છે કે શું? પણ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. જોકે રિપબ્લિક ટીવી જેની સ્થાપના ભાજપના રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવી છે તેના પર અરનબ ગોસ્વામીએ પણ આ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળ્યું હતું અને તેના બદલે ભારત સાથે પાક. દ્વારા મંત્રણા નકારાઈ, સર્જિકલ સ્ટ્રાઈક અને બિશપની ધરપકડ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks