કલકત્તાની મહિલાએ કથિત રૂપે ડ્રમમાં ડૂબાડી ૮ વર્ષના માસૂમની હત્યા કરી

(એજન્સી) કલકત્તા, તા.૪
કલકત્તાના મેટાબ્રુઝની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોમવારે ૧૯ વર્ષીય એક મહિલાએ કથિત રૂપે ૮ વર્ષના બાળકને પાણીના ડ્રમમાં ડૂબાડીને તેની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. આ હત્યારી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર બાળકની માતાએ જણાવ્યું છે કે, પરિવારના અન્ય સભ્યો તેના બાળકને ખૂબ જ પ્રેમ કરતા હોવાથી તેણીને આ બાબતની ઘણી જ ઈર્ષ્યા હતી.
ર૯ જૂનના રોજ રિજૂ દાસ ડ્રમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સોમવારે રાત્રે પ્રિયંકા દાસ નામની આરોપી મહિલાએ પોતાના પતિ સમક્ષ પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે, જ્યારે તેણે રિજૂને પાણીના મોટા ડ્રમમાં નહાતો જોયો, ત્યારે તેણીએ અચાનક ડ્રમનું ઢાંકણું બંધ કરી દીધું અને તેણીએ ત્યાં સુધી આ ઢાંકણું બંધ રાખ્યું કે જ્યાં સુધી બાળકનું મોત ના નીપજ્યું.
ગતવર્ષે રર વર્ષીય સુબ્રતોએ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. સુબ્રતોના પિતા દાસે આ ઘટના અંગે જણાવ્યું કે, અમને આ બાબતે સહેજ પણ ખ્યાલ નહોતો કે આ ઘટના પાછળ પ્રિયંકાનો હાથ હોઈ શકે. અમે આને એક દુર્ઘટના જ સમજતા હતા. પરંતુ તે છેલ્લા બે દિવસથી તે મારા પુત્રને કહેતી હતી કે તેણે જ બાળકને મારી નાખ્યું છે. ત્યારબાદ સોમવારે રાત્રે તેણીએ કબૂલાત કરી કે તેણે બાળકને મારી નાખ્યું છે. હાલ પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. ડે.કમિશ્નર ઓફ પોલીસ સૈયદ વાકુઅર રાઝાએ જણાવ્યું કે, તેણીને બુધવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks