રાખડી ખરીદવા નીકળેલ મહિલાના હાથમાંથી પર્સ આંચકી મહિલા ફરાર

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૦
અમરેલીના ભરચક વિસ્તાર ટાવર રોડ ઉપર રાખડીની ખરીદી કરવા નીકળેલ મહિલાના હાથમાંથી તેનું પર્સ કોઈ અજાણી સ્ત્રી આંચકો મારી ઝૂંટવી જઈ પલાયન થઇ ગઈ હતી. બજારમાં ખરીદી કરવા નીકળેલ મહિલાના પર્સમાં રોકડ તેમજ મોબાઈલ પણ હતો. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના સિમન્ધર સોસાયટી લીલિયા રોડ ઉપર રહેતી સોનલબેન રામજીભાઈ ભુવા કન્યાશાળા બજારમાં રાખડી ખરીદી કરી રહી હતી ત્યારે રાખડી ખરીદી દુકાનની ભાર નીકળ્યા પછી રોડ ઉપર આવતા કોઈ અજાણી સ્ત્રી તેના હાથમાં રહેલ પર્સ ઝૂંટવી લઇ નાસી ગઈ હતી. જેમાં રોકડ રૂપિયા ૧૫૦૦ તથા પર્સમાં રહેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫ હજાર પર્સમાં હતા સોનલબેનને ક્યારે તેમનું પર્સ કોઈ લઇ ગયું તે પણ તેમને ખ્યાલ રહયો ન હતો. આ અંગે સિટી પોલીસમાં અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks