Gujarat

શૌચાલય બાંધકામમાં સારી કામગીરી કરનાર સખીમંડળોનું કરાયું બહુમાન

વેરાવળ, તા. ૯
મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વેરાવળ નગરપાલીકાના સંયુક્ત ઉપક્રમે આયોજીત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કાર્યક્રમમાં મહિલા અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું.તાલાળા તાલુકાના ૧૨ ગામોમાં ૬૮૬ વ્યક્તિગત શૌચાલયોનું બાંધકામ કરવામા સહભાગી થનાર રાતીધાર ગ્રામ સખીમંડળ, સુત્રાપાડા તાલુકાના ૮ ગામોમાં ૪૩૫ શૌચાલય બનાવવા સારી કામગીરી કરનાર માધવ મહિલા વિકાસ મંડળ, ઉના તાલુકાના તડ ગામે ૧૨૭ શૌચાલયના બાંધકામ માટે મદદ કરનાર ક્રિષ્ના મંગલમ જુથ, વેરાવળ તાલુકાના ૯ ગામોમાં ૧૦૩ વ્યક્તિગત શૌચાલય બાંધકામમા ઉપયોગી થનાર જય ભવાની સખી મંડળ અને ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે ૬૦ શૌચાલય બનાવવામાં સહભાગી થનાર મહાકાળી મંગલમ જુથ સહિત આ પાંચેય મંડળની મહિલાઓનું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેયાબેન જાલંધરા, રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, વેરાવળ નગરપાલીકના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી તથા અન્ય મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું.
રામેશ્વર સખીમંડળની મહિલાને શિલ્ડ અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ જિલ્લાકક્ષાની સ્વચ્છતા હેકથોન સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીનીઓ સપનાબેન આસોદરીયા, ફૈઝમીન એ. હાલા અને પુજાબેન કુશવાહાને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આ પ્રસંગે સા.ન્યાય સમિતિની ચેરમેનશ્રી કિરણબેન સોસા, નગરપાલીકા પુર્વ પ્રમુખશ્રી જગદિશભાઈ ફોફંડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સંજય મોદી, ચીફ ઓફિસર જતીન મહેતા, અગ્રણી ડાયાભાઈ જાલંધરા, નગરપાલિકના સભ્યો તથા મોટીસંખ્યામા મહિલાઓ સહભાગી થઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.