(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
ડાંગ જિલ્લામાં આંતરિયાળ વિસ્તારના ગરીબ ખેડૂતનું જીવન ધોરણ ઊંચુ લાવવાન ઉદ્દેશ સાથે કંપનીના કોર્પોરેટર સોશ્યિલ રિસ્પોન્સીબિલીટીમાંથી ૨૫ કરોડ ખર્ચવાના નામે છેતરપિંડી કરી કૌભાંડ આચરવાના પ્રકરણમાં કંપનીના સંચાલક મહિલાના ઘરેથી પોલીસે એક કોથળો ભરીને બેંક પાસ બુક અને એટીએમ કબ્જે કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇ સ્થિત યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપની તથાં ડાંગી કૃષિ વિકાસ સેલ દ્વારા કંપનીને સી. એસ. આર. માંથી ૨૫ કરોડ ડાંગના ગરીબ ખેડૂતોની ઉત્થાન માટે વાપરવા માટે એમ. ઓ. યુ કર્યા હતા. જેમાં કંપનીને ઓફિસ પણ આપવામાં આવી હતી. ખેડૂતોને મદદરૂપ થવાના હેતુ સાથે બનેલી કંપનીએ પોતાના વાયદા પ્રમાણે ખેડૂતો અને સરકાર સાથે છેતરપિંડી કરતા ગુનો નોંધવામાં આવ્યો છે. શરતોને આધીન એક પણ કામ ન થતાં ડાંગ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ નાયબ ખેતીવાડી અધિકારીઓ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં નવસારી શહેરમાં રહેતા ભાવેશ્રી દાવડા નામની મહિલાની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટરકંપનીના સી. એસ. આર.ના રૂપિયા વાપરી ડાંગના ખેડૂતો સધ્ધર બનાવવાના ધ્યેય સાથે આવેલી કંપનીના સંચાલકોએ ડાંગ કૃષિ વિકાસ સેલના નામે વિવિધ કામગીરીઓ શરૂ કરી હતી. ખેડૂતોને કામો કરવાના બદલે ડાંગ કૃષિ વિકાસ સંલ બનાવી બમણી કમાણીનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં ખેડીતોના ઉત્પાદનને વિદેશમાં ઊચા ભાવે વેચવાના નામે છેતરપિંડી કરી છે. સાથે પ્રધાણમંત્રી આવાસ યોજના અને શૌચાલય બનાવવાના કામોમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યા છે. જેની તપાસ પણ ચાલુ છે, સમગ્ર પ્રકરણમાં ડાંગ, વલસાડ, અને નવસારી પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મુંબઇ, અમદાવાદ, વડોદરા,ગાંધીનગર, બનાસકાંઠા સહિત કુલ આઠ જગ્યાએ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. વધુમાં રેન્જ આઇજીએ પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું હતું કે, હાલતો પોલીસે જુદા જુદા કંપનીના સ્ટેમ્પો કબ્જે કર્યા છે. આ ઉપરાંત નવ મોબાઇલ ફોન અને લેપટોલ પણ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે ભાવેશ્રી દાવડાને આજે કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. હાલતો આ સંમગ્ર કેસમાં અંકિત મહિતા (એમ. જી. દુબઇ યુનિવર્સલ રોબો ઇનોવેશનના) તથા ભાવેશ્રી દાવડા (ડાંગ કૃષિ વિકાસ સંલના ડાયરેક્ટર) અને કૃણાલ બંને ફરાર છે.