જૂનાગઢ, તા. ૬
જૂનાગઢના વાણંદ સોસાયટીમાં રહેતી મહિલા સાથે મોટરસાઈકલ અથડાવવા બાબતે પાડોશી સાથે થયેલી તકરારમાં હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વાણંદ સોસાયટીમાં ગીતાબેન મગનભાઈએ કામના આરોપી સારીકાબેન કિશોરભાઈ ચુડાસમા, ધર્મેશભાઈ કિશોરભાઈ, આરતીબેન કિશોરભાઈ, જ્યોતિકાબેન કિશોરભાઈ (રહે. બધા દાતાર રોડવાળા) વિરૂદ્ધ એવા મતલબતની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પુત્ર સાથે અગાઉ મોટરસાઈકલ અથડાવવા બાબતે માથાકુટ થતાં ફરિયાદી શાકભાજી લઈને ઘેર આવતા હતા. તે દરમ્યાન રસ્તામાં આંતરી સારીકા કિશોરભાઈ ચુડાસમાએ પકડી રાખી અને ફરિયાદી ગીતાબેન ઉપર પાઈપ, લાકડીથી હુમલો કર્યાની અને ઈજાગ્રસ્ત કરતા એ-ડિવિઝન પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0