ડર્બી, તા.૧૯
આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ આઈસીસી મહિલા વિશ્વકપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઉતરશે તો તેનો ઈરાદો ૬ વખતના ચેમ્પિયનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરવાનો હશે. ભારતનો ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ખરાબ રેકોર્ડ રહ્યો છે. અને ૪રમાંથી ૩૪ મેચોમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. મિતાલી રાજના નેતૃત્વવાળી ટીમ જો કે આવતીકાલે તે હારનો હિસાબ ચૂક્તે કરવા ઉતરશે. ભારત જો જીતશે તો ટુર્નામેન્ટના ઈતિહાસમાં બીજીવાર ફાઈનલમાં પહાંેચશે. ભારત ર૦૦પમાં દ.આફ્રિકામાં યોજાયેલી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું હતું જેમાં તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.
Facebook
0
Twitter
0