મહિલાઓનું યોગદાન : હજયાત્રીઓની સેવા માટે ર૦૦૦થી વધુ સઉદી સ્વયંસેવકો

(એજન્સી) જિદ્દાહ, તા.૧
મક્કામાં સઉદી રેડ ક્રેસન્ટ ઓથોરિટી (એસઆરસીએ)ની સ્વયંસેવક સમિતિના સ્થાપક અને અધ્યક્ષ તેમજ ફેમિલી મેડિસિન કન્સલટન્ટ અસ્મા અલ-રિફાઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે હજ દરમિયાન સેવા આપતી સ્વયં સેવિકાઓની સંખ્યા ર૦૦૦થી વધી ગઈ છે. રિફાઈએ કહ્યું કે સ્વયંસેવિકાઓની સંખ્યા રપ૦૦ સુધી પહોંચી છે. જે અન્ય મહિલા સ્વયંસેવકોને પ્રેરણા પૂરી પાડશે. મિનિસ્ટ્રી ઓફ હજ એન્ડ ઉમરાહ વોલિયન્ટર પ્રોગ્રામ આ વર્ષે હજયાત્રીઓને કોન અવનાન એટલે કે મદદરૂપ બનો સૂત્ર હેઠળ મદદરૂપ થવાનો ધ્યેય રાખે છે. અલ-રિફાઈએ કહ્યું કે આ કાર્યક્રમ સઉદીના નવ યુવાઓ માટે ગર્વ સમાન છે. જે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવા માગે છે. આ સ્વયંસેવકો ર૦થી ૪૦ વર્ષ વય ધરાવે છે. અરબ સમુદાયની આ પહેલી સંઘટિત તબીબી, ઉપચારાત્મક અને સ્વયંસેવી મહિલા ટુકડી છે. આ સ્વયંસેવકોએ ફરજિયાતપણે તાલીમ સત્રોમાં હાજરી આપવાની હોય છે. સ્વયંસેવકોમાં તબીબી અને સ્વાસ્થ્ય વિભાગના અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે તેમજ અન્ય સ્વયંસેવકોએ પણ કેટલીક યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. સીઆરસીએની મહિલા ટુકડી બે પેટા-વિભાગમાં વહેંચાયેલી છે. એક ટુકડી રુફૈદા રમઝાનમાં ઉમરાહ દરમિયાન કાર્યરત રહે છે જ્યારે બીજી રુબેદા હજ દરમિયાન સેવા આપે છે. આ સ્વયંસેવકોએ સઉદી નાગરિક અથવા સઉદી નાગરિકની પુત્રી હોય એ જરૂરી છે. મુખ્ય મસ્જિદની આસપાસ સ્વયં સેવિકાઓની ટુકડીઓ હોય છે જ્યાં તેમની પાસે કોઈ પણ આપાતકાલિન પરિસ્થિતિને નિવારવા માટે જરૂરી તબીબો સાધનો ઉપસ્થિત હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks