કચ્છના નિરોણામાં માટી ધસી પડતાં દટાયેલા ત્રણેય મજૂરો બચી ગયા !

ભૂજ, તા.ર
કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં ગટર ખોદવાના કામ દરમિયાન માટી ધસી પડતા ૩ મજૂરો દબાયા હતા. જો કે સમયસર તેઓને બહાર કાઢી લઈ સારવાર અપાતા ત્રણેયને બચાવી લેવાયા છે.
બનાવની વિગત એવી છે કે, નિરોણા ગામમાં ગટરની લાઈન ખોદવાનું કામ ઈબ્રાહિમ મામદ કુંભારે રાખેલ હતું. તેઓ તથા તેની સાથેના ઈરફાન મામદ મોગલ (ઉ.વ.૧૯) અને અબ્દુલ્લા સુલેમાન કુંભાર (ઉ.વ.૧૭) તા.ર/૮ના રોજ કામ કરી રહ્યા હતા ત્યારે માટી ધસી પડતા ત્રણેય જણ ખાડામાં દટાયા હતા. તાત્કાલિક ગામ લોકોએ તેઓને બહાર કાઢી લઈ ભૂજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાતા ત્રણેયની હાલત એકદમ સુધારા ઉપર છે.
બનાવ અંગે પોલીસમાં કોઈ કાર્યવાહી નોંધવામાં આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks