ભાવનગર, તા.૧
આ લખાય છે ત્યારે બપોરનાં ર વાગે મળી રહેલા અહેવાલોમાં સિહોર શહેરમાં આવેલ સિહોરના જૂના વિસ્તારમાં રહેતા શેરી ઢસાપા વિસ્તામાં આવેલ એક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગની બે ગાડીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ દિપ્તીબેન તેમજ પોલીસ અધિકારી સોલંકી સહિતના બનાવ સ્થળે દોડી ગયા છે. અને ભભૂકી ઉઠેલી આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે. આગ કેટલી ભયાવહ છે તે તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે. ખૂબ જ કરૂણતાની બાબત છે કે જે મકાનમાં આગ લાગી છે તે પરિવારના તમામ સભ્યો વિકલાંગ છે અને ઘેરબેઠા તમાકુ ભરવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.