હજ-ર૦૧૭ : મક્કાની હોટલમાં આગ, ૬૦૦ હાજીઓને સુરક્ષિત બહાર કાઢયા

(એજન્સી) રિયાધ, તા.ર૧
સઉદી અરબના મક્કા શહેરમાં એક હોટલમાં આગ લાગી ગઈ. જેના લીધે ત્યાં હાજર રહેલા હાજીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા જાણિતી સમાચાર એજન્સી મુજબ આગ લાગ્યા બાદ હોટલને ખાલી કરી દેવામાં આવી. સઉદી અરબના મક્કા શહેરમાં ર૦ લાખથી વધુ મુસ્લિમો હજ અદા કરશે. નાગરિક સુરક્ષા પ્રવકતા નાયેફ અલ-શરીફે જણાવ્યું કે, આ ઘટનાને લઈ કોઈપણ પ્રકારના નુકસાનની ખબર મળી નથી. હોટલમાં આગ લાગવાનું કારણ આઠમા માળ પર રહેલા એસીમાં ખાલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ હોટલના બધા ૬૦૦ લોકોને સહી-સલામત તેમજ હોટલમાં હાજર હાજીઓને બહાર નિકાળવામાં આવ્યા છે. અત્રે આગને પણ કાબૂમાં લઈ લીધી છે. અને પરિસ્થિતિ અમારા કન્ટ્રોલમાં તેમ જાણિતી સમાચાર એજન્સીએ રિપોર્ટમાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks