(એજન્સી) મલેશિયા,તા.૧૬
મલેશિયાના સૌથી શક્તિશાળી સુલ્તાનો માંથી એક સુલ્તાન ઇબ્રાહીમની પુત્રી રાજકુમારી તુંકૂ તુનિ અમીનહે સોમવારે પોતાના ડચ વાગદત્તા સાથા લગ્ન કર્યા હતાં. આ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન પરંપરાગત રીતે તમામ રીતિ-રિવાજો સાથે કરવામાં આવ્યું હતું. ડચ મેન મોહમ્મદ અબ્દુલ્લા અને રાજકુમારીના લગ્ન મુસ્લિમ મલય રીતિ-રિવાજો અનુસાર શઆહી પરિવારના નિવાસસ્થાન સિયાન હિલ પેલેસ ખાતે આયોજિત કરવામાં આવ્યાં હતાં, જે જોહર બાહરુના દક્ષિણી શહેરમાં છે. આ સમારોહમાં પરિવારની સાથે જ તેમના નજીકના મિત્રો પણ સામેલ હતાં. લગ્ન દરમિયાન મોહમ્મદ અબ્દુલ્લાએ પરંપરાગત સફેદ મલય વસ્ત્રો પહેર્યા હતાં અને વધુએ એક સફેદ પોશાક પહેર્યું હતું. મોહમ્મદ અબ્દુલ્લાએ મહેલના વિશેષ ઓરડામાં વધુને વીંડી પહેરાવી અને સ્થાનિક રીતિ-રિવાજ અનુસાર આશરે ૫ ડોલરનું દહેજ આપવાની રજુઆત કરી. લગ્નના ભવ્ય સમારોહમાં તમામ મલેય રીતિ-રિવાજોને અનુસરવામાં આવ્યાં હતાં. પરિવારના સભ્યો અને માન્ય વ્યક્તિઓએ મંચ પર બેઠેલા યુગલના હાથો પર અત્તર અને પીળા ચોખા છાંટીને તેમને આર્શિવાદ આપ્યાં હતાં. ભવ્ય મહેલના સિંહાસન કક્ષમાં યોજાયેલા આ સમારેહમાં મલેશિયાઇ પ્રધાનમંત્રી નજીબ રઝાક પણ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે રાજકુમારી ના પતિ ડચમેન ડેનિસ વર્બાસે વર્ષ ૨૦૧૫માં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેઓ જોહોરમાં પ્રોપર્ટી ડેવલપમેન્ટ કંપનીમાં કામ કરતાં હતાં. તેમણે ગત વર્ષે ડિસેમ્બરમાં તુનૂ અમીન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.