Gujarat

ગોડાઉનના સંચાલકોએ કંપનીના માલિકની જાણ બહાર ર.૧પ કરોડનો માલ વેચી નાંખ્યો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
દિલ્હીના કંપનીના સંચાલકે રાણિયા ખાતે આવેલ એન.એમ. એન્ડ કંપનીના ગોડાઉનમાં કલેરીચ તથા સલ્ટોન નામનું પ્રોડકટ ગોડાઉનમાં મુક્યો હતો. જે માલ ગોડાઉનના સંચાલકો માલ જુદી-જુદી કંપનીને કંપનીના માલિકની જાણ બહાર વેંચી રૂા.૨.૧૫ કરોડ ઉપરાંતની છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરવામાં આવતા ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતોનુસાર નવી દિલ્હી ખાતે કોર્પોરેટ ઓફિસ ધરાવતા અને કેમિકલ કંપનીનાં સંચાલક છોટેલાલ મોહનસિંહ પરમારે તેમને તેમની કંપનીના પ્રોડકશનનો માલ સાવલી તાલુકાના રાણિયા ખાતે એન.એમ. પટેલ એન્ડ કંપનીનાં આવેલા ગોડાઉનમાં રાખ્યો હતો. દરમ્યાન ગોડાઉનના સંચાલક રાજદીપ સુમનભાઇ પટેલ (રહે. નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા, સ્વામિનારાયણ મંદિર પાછળ) તથા સુમનભાઇ પટેલનાઓએ ગત વર્ષ ૧લી એપ્રિલ,૨૦૧૬ થી ૨૪ મી મે, ૨૦૧૮ દરમ્યાન ગોડાઉનમાંથી ૫૧૭.૬૯૫ મેટ્રીક ટન કલેરીચ કિંમત રૂા.૨.૦૯ કરોડ ઉપરાંત તથા સલ્ટોન ૨૧.૩૫ મેટ્રીક ટન કિંમત રૂા.૬.૫૬ લાખ મળી કુલ રૂા.૨.૧૫ કરોડનો માલ બારોબાર જુદી-જુદી કંપનીઓ વેંચી દીધો હોવાની વિગતો દિલ્હીના કંપની સંચાલકને ધ્યાન પર આવતા છોટેલાલ પરમારે રાણિયા ખાતે ગોડાઉન સંચાલક સુમન પટેલ તથા રાજદીપ વિરૂદ્ધ ભાદરવા પોલીસ મથકે વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.