(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૨૪
માળિયા-હળવદ નેશનલ હાઈવે પર કાર અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત જેમાં બેનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા જ્યારે ત્રણ મહિલા સહિત આઠ ઘાયલ થયા હતા. માળિયા-હળવદ નેશનલ હાઈવે પર રોહીશાળા અને દેવળિયા વચ્ચે હળવદ તરફથી આવતી આઈટેન કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં જેતપર-મચ્છુના સાપર જસમતગઢ ગામની બોલેરો ગાડી હળવદ સાઈડ લૌકિકે જતી હતી તે હળવદ તરફથી આવતી આઈટેન કાર ડિવાઇડર ઠેકી બોલેરો સાથે ધડાકાભેર અથડાતાં કારચાલક સહિત કારમાં સવાર અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીર્યું મોત નિપજ્યું હતું જ્યારે મહિલા સહિત આઠ વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેને સારવાર અર્થે ૧૦૮ મારફતે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ સાપર ગામના હોવાનુંુ જાણવા મળ્યું છે. જેમાં જગદીશ નાનજીભાઈ અઘારા, શાંતાબેન ગોરધનભાઇ અઘારા, કાંતાબેન હરદાસભાઈ અઘારા, ધીરૂભાઈ રામજીભાઈ અઘારા, જગાભાઈ રામજીભાઈ અઘારા, લાભભાઈ અમરશીભાઈ અઘારા, જીવાભાઈ વજલભાઈ અને મુક્તાબેન હરજીવનભાઈને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી તેમજ કારચાલક બંને વ્યક્તિ હળવદના સાપકડા ગામના મકવાણા નરેન્દ્રભાઈ અને બીપીનભાઈ જયસુખભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની જાણ જેતપુર ૧૦૮ સ્ટાફને થતા ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બંને મૃતકોની લાશને એમ્બ્યુલન્સ મારફતે હળવદ ખસેડાઈ હતી.