Site icon Gujarat Today

માળિયામિંયાણાના પીપળિયામાં જિલ્લા કક્ષાની સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન

(સંવાદદાતા દ્વારા)
માળિયામિંયાણા, તા.૧૭
પીપળીયા ખાતે સત્યસાંઈ સ્કૂલમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૮૬ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કૌશલ્ય દેખાડયું હતું. આ સ્પર્ધામાં ૧૧ વર્ષથી ૬૦ વર્ષના ચેસ રસિકોએ ભાગ લઈ અલગ-અલગ કેટેગરીના ખેલાડીઓએ આનંદપૂર્વક ચેસ રમી નંબર મેળવ્યા હતા.જેમાં ૧૧ વર્ષના ભાઈઓમાં પ્રથમ અડીયલ નિરવ જયંતિલાલ (મોરબી), ૧૧ વર્ષ બહેનોમાં પ્રથમ ઘોડાસરા રિવા અજયભાઈ, ૧૪ વર્ષ ભાઈઓમા પ્રથમ ધરોડીયા રચિત પ્રકાશભાઈ (વાંકાનેર), ૧૪ વર્ષ બહેનોમાં પ્રથમ શેઠ ધ્રુવીબેન ઉમેશભાઈ (મોરબી), ૧૭ વર્ષ ભાઈઓમા પ્રથમ પરમાર દીપ વિનોદભાઈ (મોરબી), ૧૭ વર્ષ બહેનોમાં પ્રથમ કુરિયા શિવાની મેહુલભાઈ તેમજ ઓપન એજ ગ્રુપ ભાઈઓમા પ્રથમ સોલંકી જયદીપ નરોતમભાઈ (હળવદ) ઓપન એજ ગ્રુપ બહેનોમાં પ્રથમ આધાર મોનાલીબેન બળદેવભાઈ (મોરબી) અને ૪૦ વર્ષ ભાઈઓમા પરમાર વિનોદભાઈ પરસોત્તમભાઈ (મોરબી) સહિત ૬૦ વર્ષથી ઉપર બહેનોમાં અન્ડકર નીરૂબેન વિજયભાઈ સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપી રમતગમત અધિકારી શ્રી પટેલે રાજ્યકક્ષાની સ્પર્ધાઓમા રમવા જવાની મંજૂરી આપી હતી.

Exit mobile version