મલ્લપુરમમાં દર મહિને એક હજાર લોકો ધર્માંતર કરે છે : કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિર

(એજન્સી)
તિરુવનંતપુરમ,તા.૨૧
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહિરે ફરી એક વખત ધર્માંતરનો રાગ આલાપતાં આરોપ લગાવ્યો છે કે કેરલના મલ્લપુરમ જિલ્લામાં મિનામાં એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કેરલ સરકારે હજુ સુધી આ અંગેનો એક પણ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે મલ્લપુરમમાં ધર્માંતરનું એક મોટું કેન્દ્ર છે. ત્યાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવવામાં આવે છે. આહિર શુક્રવારે તેલંગાણાના ભાજપ એકમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા. તેમણે કેરલ પોલીસના ડિરેક્ટર જનરલ અને મુખ્ય સચિવ સાથે બેઠક યોજી હતી અને તેમને જણાવ્યું કે અહીં દર મહિને એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. તેમને તેની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે કે કયા આધાર પર આમ કરવામાં આવે છે. આહિરે કહ્યું કે રાજ્યની સત્તારૂઢ એલડીએફ સરકારે આ અંગેનો રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. હવે આ અંગેની તપાસનું કામ એનઆઇએને સોંપવામાં આવ્યું છે. આહિરે તેવા સંંકેત પણ આપ્યા કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આવો જ એક મુદ્દો ‘લવ જિહાદ’ની તપાસ કરી રહ્યું છે. જો કે તેમણે આ અંગે કોઇ નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks