ભરૂચ, તા.૧૯
આજ રોજ આમોદ ખાતે ખેડૂત હિતરક્ષક દળના નેતૃત્વમાં ખેડૂતોના વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ મુદ્દાઓના અમલાકરણની ઉઘરાણી ખેડૂતો દસ દિવસમાં કરશેની સમય મર્યાદા આપવામાં આવી. આમોદ મામલતદાર કચેરી સામે આજે સવારથી જ ખેડૂતોનો પ્રવાહ ચાલુ થયો હતો દસ વાગ્યા સુધીમાં આશરે ૪૦૦થી વધુ ખેડૂત ભાઈ-બહેનો હાજર થઈ ગયા હતા જેનાથી સ્પષ્ટ થાઈ છે કે, સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ખેડૂતો હવે આરપારની લડાઈમાં આવી ગયા છે.
આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય સહિત તાલુકાના વિવિધ ગામોના વરિષ્ઠ સહકારી તેમજ ખેડૂત આગેવાનોની હાજરી વિશેષ નજર પડી હતી
કાર્યક્રમની શરૂઆતમાં કોડીનેટર યાકુબ ગુરજીએ ખેડૂત પરિવારોના સ્વાગત સાથે જણાવ્યું હતું કે, સતત સત્તામાં રહેતા લોકોને હવે ફાવટ આવી ગઈ છે જે લોકો નજર, જમીન અને જોરૂને કોઈ પણ રીતે લોકો પાસેથી આંચકી લેવા માંગે છે આજે મહિલા અને બાળકો સુરક્ષિત રહ્યાં નથી મામલતદાર કચેરીથી સચીવાલય સુધી જનતાના ખિસ્સામાંથી વિવિધ કામના બહાને રૂપિયા કાઢીલેવામાં આવે છે અને ખેડૂતોની તો વિવિધ કાયદાના નામથી જમીનો આંચકી લેવામા આવે છે. ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગ ભાઈએ આમોદ તાલુકાના ખેડૂતોને નર્મદા નિગમના આશરે ૧૮,૦૦૦ કમાન વિસ્તારમાંથી ૧૪,૦૦૦ જેટલા વિસ્તારમા કેનાલોનુ પાણી આપવામા આવતું નથી જેના કારણે આમોદ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહે છે અને અંતે તે દેવાદાર બને છે.
ધારાસભ્યએ સરકારની ખેડૂતો માટેની નીતિની ઝાટકણી કાઢી સરકાર માત્ર ઉધ્યોગપતિ માટેની બની ગઈ છે તેમ જણાવ્યું હતું. ચીમનભાઈ પટેલ, ભુપૈન્દ્ર પટેલ, મહેન્દ્ર ભગવાન, બચુશેઠ, મેહબુબ કાકુજી અને રમીલા બહેન પટેલ સુસીલા બહેન પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ખેડૂતોના ખેત ઉત્પાદન માટે જરૂરી દવા.ખાતર જંતુનાશકના ભાવો નિયંત્રણ કરવામાં આવે ખેત અજોરો ઉપર GST ને નાબૂદ કરવામાં આવે તથા ખેડૂતોની અરજીઓ વિજકંપનીના દફતરે પડી છે તેમને તાત્કાલિક નવા કનેકશન આપવામાં આવે અને ભરૂચ જિલ્લાની વિવિધ યોજનાઓના જાહેરનામા રદ કરવામાં આવે સરકાર કૃષિ નીતિના કારણે ભોગ બનેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગણઓ સાથે આમોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.