ભાવનગરમાં કોંગ્રેસ આગેવાનો- કાર્યકરો દ્વારા મામલતદારને આવેદન

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૬
ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ભાવનગર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા જતા ખેડૂતોને પોલીસ દમન દ્વારા બળજબરીપૂર્વક આવેદનપત્ર આપતા અટકાવવામાં આવ્યા હતા છતા વિપક્ષ તરીકે ક્રોંગ્રેસ પક્ષના આગેવાનો મામલતદારને આવેદન આપવામાં સફળ થયા હતા. આ કાર્યક્રમને અનુસંધાને ખેડૂતોની વેદનાને વાચા આપવા અને આ તાનાશાહી હિટલરશાહી સરકારની આંખ ખોલવા ખેડૂત પુત્ર તરીકે યુવા આગેવાન બળદેવ સોલંકીએ મુંડન કરાવ્યું હતું. આ બેરી મુંગી સરકારનો અનોખી રીતે વિરોધ ભાવનગર તાલુકા ક્રોંગ્રેસ અને ભાવનગર જિલ્લા યુવક ક્રોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશયુવા કૉંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા), જિલ્લા યુવા કૉંગ્રેસના પ્રમુખ રાજકુમાર મૉરી, તાલુકા કૉંગ્રેસના પ્રમુખ મેર દશરથભાઈ, જિલ્લા કૉંગ્રેસના મંત્રી યુવરાજસિંહ ગોહિલ-વરતેજ, પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી હિતુભા ગોહિલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોળાભાઈ કંટારિયા, ભરતભાઈ ખસિયા, હિરેનભાઈ ખમલ-કરદેજ, કિશનભાઈ મેર, પ્રવિણભાઈ મકવાણા, ચિમનભાઈ સાચપરા-કૉબડી, ગૉબરભાઈ ડાભી, જોરૂભા ગોહિલ, હિંમતભાઈ ડાભી, ઘનશ્યામભાઈ સવસીભાઈ, ચિરાગભાઈ, ઑધવજીભાઈ વેગડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks