મમતા બેનરજી આગામી સપ્તાહે દિલ્હીની મુલાકાતે જાન્યુઆરીમાં યોજાનારી ‘ફેડરલ ફ્રન્ટ’ની રેલીમાં ભાગ લેવા

(એજન્સી) તા.૨૩
ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા અને પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પોતે કોલકાત્તામાં જાન્યુઆરીમાં ફેડરલ ફ્રન્ટની રેલીને ઉદ્‌બોધન કરવા માટે તેઓ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવા ત્રણ દિવસ સુધી દિલ્હી રૂબરૂ જશે. મમતા બેનરજી ૩૧ જુલાઇના રોજ દિલ્હી આવનાર છે. દિલ્હીની પોતાની અગાઉની મુલાકાત દરમિયાન મમતા બેનરજી ૨૦૧૯ની લોકસભાની ચૂટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે પોતાના દ્વારા પ્રસ્તાવિત ફેડરલ ફ્રંટ માટે સમર્થન અને સહયોગ ઊભુ કરવાના ભાગરૂપે મમતા બેનરજી પ્રાદેશિક અને વિરોધ પક્ષના નેતાઓને મળ્યા હતા.
મમતા બેનરજીની નિકટના વર્તુળોએ જણાવ્યું હતું કે, ૧ ઓગસ્ટના રોજ સેન્ટ સ્ટીફન કોલેજે તેમને વક્તવ્ય આપવા માટે દિલ્હી આવવા આમંત્રણ આપ્યું છે પરંતુ આગામી વર્ષે ૧૯ જાન્યુ.ના રોજ આયોજિત રેલી માટે તેઓ વિરોધ પક્ષના નેતાઓનેેે અંગત રીતે આમંત્રણ આપશે. ૩૧ જુલાઇના રોજ મમતા બેનરજી ખ્રિસ્તી સંગઠનો દ્વારા આયોજિત સમારોહમાં દેશમાં પ્રવર્તતા ભય અને અસહિષ્ણુતાના માહોલ પર બોલનાર છે. આ બેઠકમાં દિલ્હીના આર્કબિશપ પણ હાજરી આપવાના છે.
બધા જાણે છે કે, મમતા બેનરજી એવા ખૂખાર નેતા છે કે, જેઓ ભાજપ અને કોમી બળો સામે લડી રહ્યા છે એવું ટીએમસીના એક નેતાએ જણાવ્યું હતું. પોતાની સરકાર વિરૂદ્ધ ભાજપની નકારાત્મક વાતો અટકાવવા માટે પ.બંગાળમાં ખરેખર શું ચાલી રહ્યું છે તેનું વાસ્તવિક ચીત્ર રજૂ કરવાનો પ્રયાસ કરશેે એવું તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું. મમતા બેનરજી આગામી સામાન્ય ચૂંટણીમાં શાસક ભાજપનો મુકાબલો કરવા પ્રાદેશિક પક્ષોના ફેડરલ ફ્રંટને આગળ લાવવા પ્રયાસો કરી રહ્યા છે.
જો કે, વિરોધ પક્ષના ઘણા નેતાઓને તેમના આ પ્રયાસો અંગે શંકા છે. સીપીઆઇએમના નેતા મોહમદ સલીમે જણાવ્યું હતું કે મમતા બેનરજી કઇ પણ કરવા સ્વતંત્ર છે.અગાઉ પણ તેમને અને ટીઆરએસના વડાને ફેડરલ ફ્રંટ અંગે વાતચીત થઇ હતી પરંતુ ટીઆરએસએ અવિશ્વાસના પ્રસ્તાવમાં એનડીએને મદદ કરી હતી.મે પણ એવુ કહ્યું છે કે, આ સમગ્ર ફેડરલ ફ્રંટની સ્ક્રિપ્ટ નાગપુર દ્વારા તેમને ફોર્વર્ડ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks